________________
કાઉસગ્ગ
- ૬૯ तिविहाणुवसग्गाणं दिव्वाण माणुसाण तिरियाण । . सम्ममाहयासणाए काउसग्गो काउसग्गो हवइ सुद्धो ॥
સાવરથ નિર્યુક્તિ-૨૬૪૬ - જિનદાસગણિએ કાઉસગના બે મુખ્ય પ્રકાર બતાવ્યા છે: દ્રવ્ય કાઉસગ્ગ અને ભાવ કાઉસગ્ગ. દ્રવ્ય કાઉસગ્નમાં શરીરની ચંચળતા અને મમતા દૂર કરીને જિનમુદ્રામાં સ્થિર થવાનું હોય છે. સાધક જ્યારે એવી રીતે દ્રવ્ય કાઉસગમાં સ્થિર થઈને ધર્મધ્યાન અને શુક્લ-ધ્યાનમાં મન બને છે ત્યારે એનો કાઉસગ્ગ ભાવ કાઉસગ્ગ બને છે. ભાવ કાઉસગ્નમાં સાંસારિક વાસનાઓના ત્યાગ ઉપર, આd અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ ઉપર, કષાના ત્યાગ ઉપર તથા અશુભ કર્મબંધનના ત્યાગ ઉપર સવિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
ઉસ્થિત, આસિત અને શાયિત એમ મુખ્ય ત્રણ પ્રકારના કાઉસગ્નમાં ઉસ્થિત કાઉસગ સર્વશ્રેષ્ઠ મનાય છે. આ પ્રકારનો કાઉસગ કરનારે સીધા ટટ્ટાર ઊભા રહેવું જોઈએ. એ પગ સરખા રહેવા જોઈએ અને બંને પગ ઉપર સરખે ભાર રહેવું જોઈએ. બંને એડી પાછળથી જોડેલી અને અને પંજા વચ્ચે ચાર આંગળનું અંતર હોવું જોઈએ. બંને હાથ બંને બાજુ સીધા લટકતા હોવા જોઈએ. દષ્ટિ સીધી સામે અથવા નાસાગ્ર ઉપર સ્થિર હોવી જોઈએ. લશ્કરી તાલીમમાં Attention Position (સાવધાન) કરાવાય છે તે કાઉસગ્ગ હોવો જોઈએ. આવા પ્રકારના