________________
જિનતત્ત્વ કાઉસગને કાયાની દૃષ્ટિએ વિશુદ્ધ કહો છે “આવશ્યક. નિર્યુક્તિ માં કહ્યું છેઃ
वोसिरियबाहुजुगले, चउरंगुले अतरेण समपादो । . सव्वगचलणरहिओ, काउसग्गो विसुद्धो दु ॥१५१॥
ભાવાર્થ તે કાર્યોત્સર્ગ વિશુદ્ધ છે કે જેમાં પુરુષ બંને હાથ લાંબા કરીને, સમપાદ ઊભું રહે છે અને બે પગ વચ્ચે ચાર આંગળનું અંતર રાખે છે તથા શરીરને કેઈ પણ ભાગ હલાવતો નથી.
આસિત કાઉસગ્નમાં સાધકે પદ્માસન કે સુખાસનમાં બેસી, કરોડરજજુ સીધી ટટ્ટાર રાખી, બંને હાથ બંને ઢીંચણ ઉપર ખુલ્લી હથેળી સાથે ગોઠવી (અથવા બંને હથેળી ચરણ ઉપર નાભિ પાસે એકની ઉપર એક એમ ગાઠવી), દષ્ટિ સામેની દિશામાં સીધી અથવા નાસાગ્ર ઉપર સ્થિર કરવી જોઈએ. શાયિત કાઉસમાં શવાસનમાં હાઈએ ? તેવી રીતે સૂતાં સૂતાં, હાથ-પગ ફેલાવ્યા કે હલાવ્યા વગર શરીરને ઢીલું રાખી દષ્ટિને સ્થિર કરવાની હોય છે.
શરીર અને ચિત્તની જુદી જુદી અવસ્થાને લક્ષમાં રાખી નીચે પ્રમાણે ચાર પ્રકારના કાઉસગ્ગ બતાવવામાં. આવ્યા છે :
(૧) ઉસ્થિત-ઉસ્થિત (૩) ઉપવિષ્ટ-ઉસ્થિત (૨) ઉસ્થિત-નિવિષ્ટ (૪) ઉપવિષ્ટ-નિવિષ્ટ
કાયેત્સર્ગ મુદ્રામાં સાધક જ્યારે ઉભે હોય છે અને એનું ચિત્ત જાગ્રત હોય છે, તથા અશુભ ધ્યાનને ત્યાગ