________________
६८
- જિનતત્વ પ્રત્યેની પ્રબળ આસક્તિ રહ્યા કરતી હોય તે તે કાત્સમાત્ર સ્થૂલ બની રહે છે. જયાં સુધી શરીર પ્રત્યેની આસક્તિ છે ત્યાં સુધી આધ્યાત્મિક સાધના અધૂરી રહે છે. સાધનામાં શરીરની મમતા બાધારૂપ બને છે. સાધક પિતાના દેહને સ્નાન-વિલેપન ઈત્યાદિ દ્વારા સુમિત, વસ્ત્ર-અલંકાર ઇત્યાદિ દ્વારા સુસજ અને મંડિત કરવામાં રચ્યાપચ્ચે. રહે છે ત્યાં સુધી એણે કરેલે કાઉસ સારે કાઉસગ્ગ બનતું નથી, કારણ કે દેહરાગને ત્યાગ તે સાચા કાઉસગનું પ્રથમ લક્ષણ છે. શરીરની મમતા ઓછી થવા લાગે અથવા. છૂટે તો માણસ બહિર્મુખ મટી અંતર્મુખ બની શકે છે. દેહ અને આત્માની ભિન્નતાનો અનુભવ કકવા માટે, દેહાધ્યાસ છોડવા માટે, આત્મામાં લીન બનવા માટે કાર્યોત્સર્ગ મેટામાં મોટું સાધન છે.
કાસમાં શરીરની નિશ્ચલતા પર્વત જેવી અચલ હોવી જોઈએ. દેહાધ્યાસ ઓછો થાય ત્યારે કાઉસગમાં. સ્થિર થયેલા માણસને ડાંસ-મચ્છર કરડે તે પણ માણસ નિશ્ચલ રહી શકે છે. ઊંચી કોટિએ પહોંચેલા મહાત્મા ઘર ઉપસર્ગો થાય તે પણ કાઉસગ્ન-ધ્યાનમાંથી ચલિત થતા નથી. કાઉસગ-ધ્યાનમાં રહેલા સાધકને કેઈ ચંદનનું વિલેપન કરે તો પણ તે પ્રસન્નતા ન અનુભવે અને કેાઈ તાડન-છેદન કરે તો તે આનં-રૌદ્ર ધ્યાન ન ધરે. આવશ્યક નિતિમાં કહ્યું છે કે મનુષ્ય, તિર્યંચ કે દેવ દ્વારા ઉપસર્ગ થાય તે પણ જે સમતાપૂર્વક સહન કરે છે તેને કાઉસગ. વિશુદ્ધ હોય છે.