________________
૬
જિનતત્ત્વ
વાચિક કે માનસિક જાપ કરવા સાથે કાઉસગ્ગ કરી શકે છે. અલબત્ત પ્રાણાયામ સાથેના કાઉસગ્ગ કરતાં આવા કાઉસગ્ગનું ફળ ઓછું છે, એવુ શાસ્ત્રકારાએ દર્શાવ્યુ છે.
કાર્યાત્સગ વિવિધ હેતુઓથી કરાય છે. કાઈ શુભ કા માં ખાધા, વિઘ્ન કે અતરાય ન આવે તે માટે પ્રારભમાં કાઉસગ્ગ થાય છે. તેવા કાર્યની પૂર્ણાહુતિ પછી પણુ કાઉસગ્ગ કરાય છે. ક્રેધ, માન, માયા અને લેભના ઉપશમ માટે, દુઃખક્ષય માટે કે કર્મ ક્ષય માટે, દોષોની આલાચના માટે, શ્રતદેવતા, ક્ષેત્રદેવતા, ભુવનદેવતા, શાસનદેવતા વગેરેની આરાધના માટે, પ્રાયશ્ચિત્ત માટે, છીંક, અપશુકન વગેરેના નિવારણ માટે, જિનેશ્વર દેવેના વન-પૂજન માટે, તપચિંતન માટે, નવપદ્મ, વીસ સ્થાનક, સૂરિમંત્ર વગેરેની આરાધના માટે, તીયાત્રા માટે, કુસ્વપ્ન-દુઃસ્વપ્ન નિષ્ફળ અનાવવા માટે, પ્રતિષ્ઠા, અંજનશલાકા ઇત્યાદિ મહત્સવ પ્રસ ગે, દીક્ષા, પઢવી, ચાર્ગેાહન, ઉપધાન ઇત્યાદિ ક્રિયાએ પ્રસંગે, સાધુ-સાધ્વીઓના કાળધર્મ પ્રસંગે, ઉત્તરીકરણ માટે, પ્રાયશ્ચિત્ત માટે, વિશુદ્ધિકરણ માટે, નિઃશલ્ય થવા માટે, પાપના ક્ષય કરવા માટે, મેાક્ષપ્રાપ્તિ માટે એમ વિવિધ પ્રસંગે વિવિધ હેતુએ માટે જૈન શાસ્ત્રોમાં કાઉસગ્ગ કરવાનું વિધાન જોવા મળે છે. ટૂ*કમાં કહેવુ હોય તે કહેવાય કે કાઉસગ્ગ વગરની કેાઈ ક્રિયા નથી.
જૈન ધર્મમાં આ રીતે કાઉસગ્ગ ઉપર ઘણા ભાર મૂકવામાં આવ્યા છે. સામાયિક, ચૈત્યવંદન, પ્રતિક્રમણુ,
/