________________
જિનત ધ્યાન અને મનની સ્થિરતાને માનસિક ધ્યાન કહી શકાય. ' એ ચારેને સમન્વય થાય તે ઉત્તમ કાઉસગ્ન-ધ્યાન બને.
કાઉસગ્ગ આપણી આવશ્યક ક્રિયાઓમાંની એક કિયા છે. સામાયિક, ચઉવિસર્થે (વીસ તીર્થકરેની સ્તુતિ), ગુરુવંદન, પ્રતિક્રમણ, કાઉસગ્ગ અને પચખાણુ, એમ છ પ્રકારની ક્રિયાઓને આવશ્યક તરીકે ગણાવી છે. આવશ્યક એટલે અવશ્ય-અચૂક કરવા જેવી આ ક્રિયાઓ દરેકે રોજેરોજ ઓછામાં ઓછી બે વાર કરવી જોઈએ. આ. ક્રિયાઓમાં પાંચમી કિયા તે કાઉસગ્ગ છે અને તે પંચમ ગતિને, એટલે કે મેક્ષને અપાવનારી છે, એમ કહેવાય છે.
કાઉસગમાં ઘણુંખરું નવકારમંત્રનું અથવા લોગસ્સનું ધ્યાન ધરવામાં આવે છે. ક્યારેક અતિચારેનું, જિનેશ્વર ભગવંતના ઉત્તમ ગુણાનું, આત્મસ્વરૂપનું ધ્યાન પણ ધરાયા છે. નવકારમંત્ર દ્વારા અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ – એ પંચ પરમેષ્ઠિનું ધ્યાન ધરાય છે. લેગસ્ટમાં ભગવાન ઋષભદેવથી તે મહાવીર સ્વામી સુધીના ૨૪" તીર્થકરેનું ધ્યાન ધરતાં ધરતાં પોતાને એવી સિદ્ધ દશા પ્રાપ્ત થાઓ એવી પ્રાર્થના સહિતનું ધ્યાન ધરાય છે. નવકારમંત્રને કાઉસગ આઠ શ્વાસેચ્છવાસના પ્રમાણને. ગણાય છે. લેગસ્સનો કાઉસગ્ગ પચીસ શ્વાસેચ્છવાસ-પ્રમાણ કરવાનો હોય છે.
એટલા માટે શ્વાસેચ્છવાસ-પ્રમાણ લોગસ્સનો કાઉસગ ચંદેસુ નિમલ્લયરા” એ પદ સુધીને કરવાનું હોય છે.