________________
કાઉસગ્ન
રીતે કાઉસગમાં દયાન અપેક્ષિત છે. એકલા દયાન કરતાં કાઉસગ-ધ્યાનને વધારે ચડિયાતું ગણવામાં આવ્યું છે, કારણ કે કાઉસગ્ગ-ધ્યાન વિના કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. તીર્થંકર પરમાત્માએ કાઉસગ-મુદ્રામાં જ કેવળજ્ઞાન પામે છે અને નિર્વાણ પણ કાઉસગ્ન-મુદ્રામાં જ પામે છે. એટલે જ કાઉસગની એ મુદ્દાઓને “જિનમુદ્રા” પણ કહેવામાં આવે છે. - ઉપદેશપ્રાસાદમાં પૂ. લકમસૂરિએ કહ્યું છે? प्रायो वाङ्मनसोरेव, स्याद ध्याने हि नियंत्रणा । कायोत्सर्ग तु कायस्याप्यतो ध्यानात् फलं महत् ॥
[ ધ્યાનમાં પ્રાયઃ વાણી અને મનની જ નિયંત્રણ હૈય છે; પરંતુ કાર્યોત્સર્ગમાં તે કાયાની પણ નિયંત્રણ થાય છે. એટલા માટે ધ્યાન કરતાં કાર્યોત્સર્ગનું ફળ મેટું છે.]
અલબસ ધ્યાન અને કાઉંસગ ઘણે અંશે પરસ્પરા-વલંબી તપે છે તે ભૂલવું ન જોઈએ. જ્યાં સ્થાન છે ત્યાં -એન્મે કાયાની સ્થિરતા આવવાને સંભવ છે અને જ્યાં કાઉંસગ્ગ છે ત્યાં ધ્યાન પ્રવર્યા વગર રહેતું નથી.
મનુષ્યના જીવનમાં કાયા, શ્વાસે છૂવાસ, વાણું અને મન એ ચારે ચંચલતાથી, પ્રકંપનથી ભરેલાં છે. એને સ્થિર કરવાની ક્રિયાને જે ધ્યાન કહેવામાં આવે તે ફક્ત કાયાની સ્થિરતાને કાચિક ધ્યાન, શ્વાસોચ્છુવાસની મંદતા અથવા સ્થિરતાને અનાપાન ધ્યાન, વાણીની સ્થિરતાને વાચિક