________________
૬૨
જિનતત્ત્વ
તપના છે. બાહ્ય તપના પ્રકાર આ પ્રમાણે છે : અનશન, -ઉદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાચકલેશ અને સંલીનતા.
આત્યંતર તપના પ્રકાર નીચે પ્રમાણે છે:
(૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવચ્ચ, (૪) -સ્વાધ્યાય, (૫) ધ્યાન અને (૫) કાઉસગ્ગ.
બાહ્ય તપ કરતાં આત્યંતર તપ ચડિયાતું છે, અને આત્યંતર તપમાં કાઉસગને ઊંચામાં ઊંચું, છેલ્લું સ્થાન આપવામાં આવ્યું છે. તપથી કર્મની નિર્જશ થાય છે. એટલે કે કર્મની નિર્જરાને માટે કાર્યોત્સર્ગ અથવા કાઉસગ . મોટામાં મેટા પ્રકારનું તપ છે.
આત્યંતર તપમાં ધ્યાન કરતાં પણ કાઉસગને ચડિચાતું સ્થાન આપવામાં આવ્યું છે, એ પરથી પણ એનું -મહત્વ સમજી શકાશે. એનું કારણ એ છે કે ધ્યાનમાં મન અને વાણી ઉપર સંયમ કે નિયંત્રણ હોય છે. શરીર ઉપરનું નિયંત્રણ હોય તો તે ઈષ્ટ છે, પરંતુ એની અનિ-વાર્યતા હોતી નથી. કાઉસગ્નમાં તે મન અને વાણીના સંયમ અથવા નિયંત્રણ ઉપરાંત શરીર ઉપરના સંપૂર્ણ નિયંત્રણની પૂરેપૂરી અપેક્ષા રહે છે.
નિયંત્રણથી ઈન્દ્રિયે તથા ચિત્ત સંયમમાં આવી જાય છે. માત્ર વાણીના સંયમને મન કહેવામાં આવે છે. વાણું અને મન બંને ઉપરના સંયમને ધ્યાન કહેવામાં આવે છે અને વાણી, મન તથા કાયા – એ ત્રણેની સ્થિરતાને કાઉસગ્ગ કહેવામાં આવે છે. એટલે કે સામાન્ય