________________
૫૬
જિનતત્વ કરે છે. જન્મની ઘટનામાં જેટલું વૈવિધ્ય છે તેથી વિશેષ વૈવિધ્ય મૃત્યુની ઘટનામાં છે. વળી જન્મ કરતાં મૃત્યુની ઘટના મનુષ્યને વિશેષ સંવેદનશીલ અને ચિંતનશીલ બનાવે છે.
બધાંનું મૃત્યુ એકસરખું હેતું નથી. તેવી જ રીતે બધાને ચેતનરહિત મૃતદેહ પણ એકસરખે હેતે નથી. કઈકના શબને ઊંચકવા માટે ચાર ડાઘુઓ પણ મળતા નથી. કેઈકના મૃતદેહને નજરે નિહાળવાનું લોકે ટાળતા હોય છે. બીજી બાજુ કઈ સંત-મહાત્માના મૃતદેહના અંતિમ દર્શન કરવા માટે હજાર–લા માણસને ધસારે થાય છે. કેટલાક એ માટે હજારો માઈલનો પ્રવાસ પણ ખેડે છે. કેઈકનો મૃતદેહ તરત કરમાવા લાગે છે, કાળ અને વિરૂપ બનવા લાગે છે; કોઈકનો મૃત ચહેરા ઉપર શાંતિ અને પ્રસન્નતા ઝગારા મારે છે.
મહાન સંતો અને મેગી પુરૂના મૃતદેહ વિશે અવનવી ચમત્કારભરેલી ઘટનાઓ આપણે સાંભળીએ છીએ. સંત કૃાસિસ ઝેવિયરનો મૃતદેહ ચાર વર્ષે પણ હજુ અસ્તિત્વમાં છે. (બસે વર્ષ પહેલાં એ કબરમાંથી અખંડ મળી આવ્યો હતો.) - મૃત્યુની આગાહી કેટલાકને અગાઉથી થઈ જાય છે. કેટલાક તો દિવસ અને સમય પણ નિશ્ચિત જણાવે છે. “કાળજ્ઞાન” નામને પ્રાચીન ગ્રંથમાં અંતિમ ક્ષણની આગાહરૂપ વિવિધ લક્ષણે, સમયમર્યાદાઓ સાથે દર્શા