________________
પ૭
સમુઘાત અને શૈલેશીકરણ વવામાં આવ્યાં છે. મૃત્યુની બરાબર ક્ષણે ઘણાંખરાં માણસો
ભાનમાં રહેતાં નથી. કેઈક વિરલ મહાત્માઓ એ ક્ષણે પણ - પૂરેપૂરા જાગ્રત હોય છે.
જે કેવળજ્ઞાનીઓ હોય છે, તેઓ દેહની અંતિમ ક્ષણ સુધી, જડ અને ચેતન તત્ત્વના વિયોગની પળ સુધી, સંપૂર્ણપણે જાગ્રત હોય છે. તે સમયે તેઓ શૈલેશીકરણ નામની સૂક્ષ્મ ક્રિયા કરે છે. એની પહેલાં કેટલાક કેવળ જ્ઞાનીએ સમુઘાતની સૂ ફમ કિયા પણ કરે છે.
જૈન ધર્મ પ્રમાણે કેવળજ્ઞાન પામ્યા પછી જ મોક્ષપ્રાપ્તિ છે. કેવળી ભગવતે મિક્ષપ્રાપ્તિ પહેલાં સંપૂર્ણ કર્મલય માટે દેહ અને આત્માની જે બે મહત્ત્વની ક્રિયાઓ કરે છે તે ક્રિયાઓ અનુક્રમે સમુદ્રઘાતની અને શૈલેશીકિરણની છે.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, મેહનીય અને અંતરાય, એ ચાર ઘાતી કર્મોને સંપૂર્ણ ક્ષય થાય ત્યારે જ કેવળજ્ઞાન પ્રગટે છે. જે જીવને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય તે જીવને એ છેલ્લે કે ચરમ ભવ રહે છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા પછીથી તે નિર્વાણને સમય સુધી માત્ર ચાર અઘાતી કર્મો – આયુ, નામ, ગેત્ર અને વેદનીય બાકી રહે છે. ચારે ય અઘાતી કર્મોનો ક્ષય થતાં જીવ દેહ છોડી નિર્વાણ પામે છે, એટલે કે આત્મા ક્ષગતિ પ્રાપ્ત કરે છે.
કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી કેવળી ભગવતને જયાં - સુધી શરીર છે ત્યાં સુધી આ ચારેય અઘાતી કર્મો ભગવ