________________
પs
જિમતા
ભેદને વિચાર ન કરતાં પિતે જ સામેથી ક્ષમા માગી લેવી જોઈએ.
આપણે ક્યા માણસની ક્ષમા માગીશું? માત્ર માણસ શા માટે? સમસ્ત જીવરાશિની હીથ જેડી, નતમસ્તકે હૃદયમાં ધર્મભાવ ધારણ કરીને ક્ષમા માગીએ, કે જેથી અજાણતાં પણ કેઈ જીવની ક્ષમા માંગવાનું રહી ન જાય. શાસ્ત્રકાર કહે છે?
सव्वस्स जीवरासिस्स भावओ धम्मनिहिअ निअ चित्तो । सव्वं खमावईता खमामि सव्वस्त्र अहयपि ॥
શાસ્ત્રકારોએ દૈનિક, પાક્ષિક ચાતુર્માસિક અને સાંવત્સરિક એવા ચાર મુખ્ય પ્રકાર ક્ષમાપના માટે બતાવ્યા છે. પહેલા ત્રણ પ્રકાર ચૂકી જવાય તો છેવટે સાંવત્સરિક ક્ષમાપના તે દરેક માણસે અવશ્ય કરી જ લેવી જોઈએ, કે જેથી . એ ઋણમાંથી મુક્ત થઈ જવાય. શાસ્ત્રકારે કહે છે કે જે માણસ સાંવત્સરિક ક્ષમાપના ચૂકી જાય છે એને કષાયે અનંતાનુબંધી બની જાય છે. વળી એને જ સમ્યકત્વ પ્રાપ્ત થયું હોય તે તે ચાલ્યું જાય છે. સુમ્યકત્વની પ્રાપ્તિ માટે અને કષાયની મંદતા માટે ક્ષમાના તત્વને એથી જીવનમાં ઉતારવાની આવશ્યકતા છે.
ભૂલ તે બધાંની થાય, પણ ક્ષમા બધાં માગતાં નથી. પરંતુ જે ક્ષમા માગે છે અથવા બીજાને ક્ષમા આપે છે તેના જીવનમાં દૈવી અંશે પ્રગટ થાય છે. To err is human, but to forgive is divine. HH1 H1314