________________
સાંવત્સરિક ક્ષમાપના
૪૯ - આપણું અજ્ઞાન, આપણે ક્યાં ભૂલ થઈ છે તેનું ભાન આપણને ક્યારેક થવા દેતું નથી. કેટલીક ભૂ લે તદ્દન નજીવી હોય છે, તો કેટલીક ભયંકર, જીવસંહારની કેટિ સુધીની હોય છે. જે માણસ જાગ્રત છે તે પિતાની ભૂલ સમજાતાં એકરાર કરીને તત્ક્ષણ ક્ષમા માગી લે છે. કયારેક ભૂ લની ખબર મેડી પડતાં ક્ષમા માગવામાં સકારણ વિલંબ થાય છે. ક્યારેક આપણી ભૂલ ઈરાદાપૂર્વકની હોય, તે
ક્યારેક અજાણતાં થઈ ગઈ હોય. ક્યારેક કેટલાક અશુભ વિચારે આપણું ચિત્તમાં ઊઠીને શમી જાય છે. એના માત્ર આપણે પિતે જ સાક્ષી હોઈએ છીએ. ક્યારેક અશુભ વિચારે બીજા આગળ શબ્દમાં વ્યક્ત થઈ જાય છે, પરંતુ એ પ્રમાણે સ્થળ આચરણ કરતાં અટકીએ છીએ; તો ક્યારેકના વિચારના આવેગ કે ભાવના આવેશ પ્રમાણે સ્થૂળ દેષ પણ કરી બેસીએ છીએ. - મનુષ્યનું ચિત્તતંત્ર એટલું બધું સંકુલ છે કે એમાં ઊિઠતા પ્રત્યેક અશુભ વિચારની ગણતરીપૂર્વકની નોંધ રાખવાનું સરળ નથી. માટે જ ક્ષમાપનાનો આચાર વ્યાપક કારણે અને ધરણે સ્વીકારવાની જરૂર રહે છે. એટલા માટે જ મન, વચન અને કાયાથી તથા કરતાં, કરાવતાં અને અનુદતાં એમ ત્રિવિધેત્રિવિધ પ્રકારે (નવ કેટિએ) અને તે પણ જાણતાં-અજાણતાં થયેલા દેશે માટે ક્ષમા માગવાની હો છે. એ માગતી વખતે ગરીબ-તવંગર, સુશિક્ષિતઅશિક્ષિત, નાના-મોટા, ગુરુ-શિષ્ય, શેઠ-નોકર ઈત્યાદિના Forlag