________________
પશે.
સાંવત્સરિક ક્ષમાપના અને આપવી એ અપ્રમત્ત ચિત્તની નિશાની છે. ક્ષમા સાથે જે પશ્ચાત્તાપ, હૃદય-પરિવર્તન, ફરી એવી ભૂલ ન થાય તે માટે સંકલ્પ ઈત્યાદિ સંકળાયેલાં હોય તો તે પ્રકારની ક્ષમાં ઊંચા પ્રકારની બને છે.
" માં માત્ર ઉપાચાર તરીકે શબ્દરચાર કરીને “મિચ્છામિ દુક્કડમ” કહેવું એ દ્રવ્ય-ક્ષમા છે. વ્યવહારમાં એની પણ આવશ્યકતા છે; પરંતુ માણસે દ્રવ્ય-ક્ષમામાં અટકી ન જતાં ભાવ-ક્ષમા સુધી પહોંચવાનું છે.
ક્ષમાના પાંચ પ્રકાર ગણાવવામાં આવે છેઉપકારક-ક્ષમા, અપકાર-ક્ષમા, વિપાક-ક્ષમાં, વચન-ક્ષમા (આજ્ઞાક્ષમાં) અને ધર્મ ક્ષમા. જેણે આપણું ઉપર ઘણે માટે ઉપકાર કર્યો હોય તેવી વ્યક્તિને એની ભૂલ માટે આપણે તરત માફ કરી દઈએ છીએ. એ ઉપકાર-ક્ષમા છે. જેના તરફથી આપણું ઉપર અપકાર થવાનો ડર રહે છે તેની આપણે તરત માફી માગી લઈએ છીએ. એ અપકાર-ક્ષમાં છે. મોટો અશુભ કર્મોને દુઃખદાયક વિપાક જ્યારે થાય છે ત્યારે તે વખતે આપણે આપણાં ભૂતકાલીન અશુભ કર્મોને માટે તથા ભવિષ્યમાં એવાં મેટાં દુખે ન આવી પડે એવા ભયથી ક્ષમા માગી લઈએ છીએ. એ વિપાકક્ષમાં છે. તીર્થકર ભગવાનનાં આજ્ઞા-વચન સાંભળીને આપણે ક્ષમાયાચના કરીએ છીએ તે વચન-ક્ષમા. સમ્યકત્વ હોય તે જ આવી ક્ષમા આવે. ધર્મની સાચી સમજણમાંથી આત્માના સ્વાભાવિક ધર્મ તરીકે ક્ષમાનો જે ભાવ પ્રગટ થાય છે