________________
-
જિનતત્ત્વ
જાય છે. કીડીને બચાવે, પણ ગરીબ કે લાચાર માણસનું ક્રૂિર શોષણ કરતાં જરા પણ ન અચકાય. આવાં માણસેના એકાંગીણ વ્યવહારથી અહિંસાની ભાવના વિશે સામાન્ય લોકેમાં ગેરસમજ પ્રવર્તતી હોય છે, અને ધર્મ વગેવાય છે.
કેટલાંક માણસેની ધર્મભાવના માનવદયાથી વધુ વિસ્તરતી નથી. તેઓ એમ માને છે કે માનવરહિતનું અને માનવનાં સુખશાંતિનું કાર્યક્ષેત્ર જ એટલું મોટું છે કે એથી બહાર જવાની જરૂર નથી. આ માન્યતા અધૂરી છે, કારણ કે જગતનાં તમામ મનુષ્યને સવકાળ માટે સર્વ રીતે સુખી કરી શકાય તેવું સંસારનું સ્વરૂપ નથી.
વળી, માનવતાનું તમામ કાર્ય પૂર્ણ થયા પછી જ અન્ય પ્રાણીઓ પ્રત્યે દયા પ્રગટવી જોઈએ એવું વિભાજિત ઊર્મિતંત્ર મનુષ્યનું નથી. એટલે મનુષ્ય પોતાની ચેતનાને ન વિસ્તાર અન્ય મનુષ્ય પૂરતું જ સીમિત કરવાનો પ્રયત્ન -કરે તે એગ્ય નથી. કેટલાક મહાત્માઓના હદયમાં જગતનાં તમામ મનુષ્ય પ્રત્યે જેમ પ્રેમ અને કરુણ રહેલાં હોય છે, તેમ જગતનાં તમામ પશુપક્ષીઓ તેમજ સ્થૂલ કે સૂક્ષ્મ જીવજતુઓ પ્રત્યે. અર્થાત્ તમામ જીવો પ્રત્યે પ્રેમ અને કરુણા હેલાં હોય છે. તેમની કંઈ પણ વ્યવહાર સંસારના કેઈ પણ જીવને મન, વચન અને કાયાથી તથા કરવું, કરાવવું અને અનુમેદવું એમ ત્રિવિધેત્રિવિધ જરા પણ દુઃખ ન થાય એ કટિન હોય છે.