________________
કપ
કરુણાની ચરમ કોટિ હત્યા કરવી ત્યાં સુધીનું ક્ષેત્ર હિંસાનું ગણાયું છે. પરિણામે હિંસાની તરતમતા અનંત કોટિની હોઈ શકે.
પ્રેમ અને કરુણા એ મનુષ્યના નૈસર્ગિક ગુણ છે. એ જેમ વધુ સતેજ બને તેમ મનુષ્યની અહિંસાની ભાવના. સ્કૂલમાંથી સૂક્ષ્મ તરફ ગતિ કરે. મનુષ્યમાં રહેલાં પ્રેમ અને કરુણા માત્ર પોતાનાં કુટુંબ, સમાજ, રાષ્ટ્ર, જ્ઞાતિ, ધર્મ કે સમુદાયનાં મનુષ્યો પૂરતાં જ સીમિત ન રહેવાં જોઈએ. માનવપ્રેમ જગતના તમામ માનવે સુધી વિસ્તરે જોઈએ. પિતાને ઠેષ કે ધિકકાર કરનાર દુશ્મનને પણ જે સાચી રીતે ચાહી શકે તેની ભાવના તેટલી ઊંચી. કેટલાંક માણસને પ્રેમ મનુષ્ય ઉપરાંત માત્ર પાળેલા પ્રાણીઓ સુધી વિસ્તરે છે. એથી આગળ વધી કેટલાંક માણસે હિંસક કે અહિંસક એવા તમામ પશુપક્ષીઓને ચાહે છે; પણ નાનાં જીવજંતુએને મારવામાં તેમને કશું પાપ જણાતું નથી. તો બીજા કેટલાંક એથી પણ આગળ વધી નાનામાં નાના જીવની. પણ હિંસા ન થાય તેવી રીતે પોતાને જીવનવ્યવહાર ગાઠવે છે. .
- હવા, પાણી, માટી વગેરેમાં રહેલા સૂક્ષ્મ જીવોને વિચાર કરીએ તે હિંસા વિના એક ક્ષણ પણ જીવન ન. ટકી શકે. એટલે જ અલ્પતમ હિંસાનું ધ્યેય- સ્વીકારાયું છે.
કેટલાક વિદ્યાથીઓ જેમ આગળ ભણે અને પાછળનું ભૂલે. તેમ કેટલાંક માણસ અહિંસાની ભાવનામાં નાનામાં નાના જીવ પ્રતિ પહોંચે છે, પરંતુ મેટા ને ભૂલી