________________
જિનતત્ત્વ જાય છે તેઓ પોતે શાનાથી વંચિત રહી જાય છે તે જાણતાં નથી.
દુનિયામાં દરેક ધર્મ એના ખોટા અનુયાયીઓને કારણે વગેવાયો છે. તપશ્ચર્યા અને અહિંસાની ભાવનાના ઉચતમ કેટિના સિદ્ધાંતોને કારણે કેટલાંક સામાન્ય માણસે, જે રોગ્ય માર્ગદર્શન ન મળે તે સાધનાનાં કેટલાંક પગથિયાં ચૂકી જવાનો સંભવ રહે છે.
ભગવાન મહાવીરે અઢી હજાર વર્ષ પૂર્વે અહિંસાનો જે ઉપદેશ આપ્યો તે ઘણી જ ઊંચી કોટિન છે. સમગ્ર વિશ્વનાં રોજિંદાં સુખશાંતિને માટે તે જેમ ઉપયોગી છે તેમ વ્યકિતની આધ્યાત્મિક સાધનાને માટે પણ ઉપયોગી છે.
દરેક જીવને જીવવું ગમે છે અને કોઈને મરવું ગમતું નથી. માટે કઈ પણ જીવને મારે નહિ.” – અહિંસાનું ભગવાન મહાવીરે આપેલું આ સામાન્ય સૂત્ર છે. પરંતુ બધા જીવ એકસરખા નથી. માણસ, ગાય, પક્ષી, મેખી, વાંદે, કીડી- એ દરેકને મારી નાખવાનું પાપ એક્સરખું ન હોઈ શકે, કારણ કે ઈન્દ્રિય અને ચિત્તને વિકાસ બધાંમાં એકસર નથી હોતો. એવી રીતે મનુષ્યમાં પણ બાળક, વૃદ્ધ, દુર્જન, ગર્ભવતી સ્ત્રી, સંતમહાત્મા એ દરેકની હત્યાનું પાપ પણ એકસરખું ન હાઈ શકે. વળી હત્યા કરનાર દરેકનાં મનના આશય અને ભાવો
એકસરખા નથી હોતા. બીજા ને પોતાના દ્વારા પ્રતિ- - - - કુળ થવી કે બીજાના મનને દૂભવવું ત્યાંથી માંડીને ઘોર