________________
કરુણાની ચરમ કેટિ
ભગવાન મહાવીરે અહિંસાની ભાવનાને માનવદયા પૂરતી સીમિત ન કરતાં સમગ્ર વિશ્વના તમામ છે પ્રતિની દયા સુધી વિરતારી. આવી ઉચ્ચતમ જીવદયામાં માનવદયા તો અવશ્ય સમાવિષ્ટ જ છે તે ક્યારેય ભુલાવું ન જોઈએ. ભગવાન મહાવીરે અહિંસાની, પ્રેમ અને કરુણાની ભાવનાને પોતાના જીવનમાં એની ચરમ કેટિ સુધી પહોંચાડી. આ ભાવનાની તરતમતાને પારખવી એ કેટલાક માટે જે સહેલી વાત ન હોય તો તે સમજણપૂર્વક જીવનમાં ઉતારવી તે તો કેટલી બધી કઠિન વાત ગણાય !
* ધર્મની સાચી સમજણ પ્રાપ્ત થાય અને તે પ્રમાણે આચરણ પણ થાય તો એ દ્વારા આત્મશાંતિ અને વિશ્વશાંતિ ઉભય સાધી શકાય.