________________
re
જિનતત્વ (૨) ઇગિની મરણ આ પ્રકારના મરણમાં સાધક ભક્તપરિજ્ઞા મરણની જેમ આહાર-પાણું તો છેડી જ દે છે, પરંતુ પછી કઈ એક નિશ્ચિત સ્થળમાં જ પિતાને સંથારે (પથારી) કરીને એની બહાર ન જવાને નિયમ કરે છે, અને બોલવાનું સદંતર બંધ કરે છે. મૃત્યુ આવતાં સુધી અનિવાર્ય હોય તેવા પ્રસંગે બીજા સાધુઓને જે કંઈ કહેવાનું હોય તે ઇગિત એટલે કે ઈશારા દ્વારા જ તેઓ કહે છે. ૬ આમાં સાધક સંથારામાં ઊઠી-બેસી શકે છે. સૂતાં સૂતાં પડખું ફેરવી શકે છે. માત્ર સ્થળ, અન્નપાણી અને વાણીની મર્યાદા એ બાંધી દે છે, અને પિતાને વ્યવહાર ઈશારી. દ્વારા ચલાવે છે. માટે આ પ્રકારના મરણને ઈંગિનીમરણ કહેવામાં આવે છે.
(૩) પાદપેપગમનમરણ : ભક્તપરિણામરણ કરતાં ઇગિનીમરણ વધારે કઠિન મરણ છે, પરંતુ એના કરતાં પણ વધારે કઠિન મરણ તે પાદપપગમન મરણ છે. પાદપ એટલે વૃક્ષ. કેઈ પણ પ્રકારની ગતિ કર્યા વગર, પવન ન હોય ત્યારે વૃક્ષ જેમ નિચેષ્ટ, હલનચલન વગરનું દેખાય છે તેવી રીતે આ પ્રકારના મરણમાં સાધકે આહારપાણને ત્યાગ તે ક્યારનો ય કરી દીધું હોય છે, પરંતુ કે
1 સ્થળમાં જઈ મૃત્યુ આવે ત્યાં સુધી તે નિષ્ટ પડ્યા રહે છે, તેઓ હાથપગ પણ હલાવતા નથી, કેઈની
સાથે ઇશારાથી પણ કોઈ વ્યવહાર રાખતા નથી. પડખું . પણ ફરતા નથી, અને ધ્યાનમગ્ન બનીને પોતાના દેહમાંથી આત્માને છૂટી જવા દે છે.