________________
સંલેખના
૩૭ આવેલ છે ? (૧) ભક્તપરિજ્ઞામરણ, (૨) ઇગિનીમરણ અને (૩) પાદપેપગમનમરણ.
(૧) ભક્તપરિઝામરણ: આ પ્રકારના મરણમાં સાધક કેમે ક્રમે પેતાનાં આહાર-પાણી ઓછો કરવા લાગે છે અને અમુક સમય પછી આહાર અને પાણી લેવાનાં સદંતર બંધ કરી દે છે. એમ કરવાથી દેહની શક્તિ કેમે કમે ઘટતી જાય છે અને એક દિવસ દેહ એની મેળે અટકી પડે છે, અર્થાત્ સાધક દેહ છોડી દે છે. જે સમયે વ્રત લેવામાં આવે છે તે સમયથી તે દેહ છૂટે ત્યાં સુધીમાં, સાધકના શરીરની અવસ્થા પ્રમાણે, માસ–દેઢ માસ કે બે માસ જેટલો સમય વીતતે હોય છે. એથી વધારે સમય વીતે એ સંભવ પહેલેથી જણાત હોય તો ગુરુમહારાજ સામાન્ય રીતે સંલેખના માટે અનુજ્ઞા આપતા નથી અથવા તે મારણાંતિક સંલેખનને બદલે આરંભમાં થોડા થોડા સમય માટેની અનુજ્ઞા આપી, સાધકની આરાધનાનું અવલીકન કરી, ઠીક લાગે છે અને ત્યારે જ વ્રત ચાલુ રાખવા માટે ફરીથી અનુજ્ઞા આપે છે.
કેઈ વિરલ સંજોગોમાં તપસ્વી સાધુએ બાર વર્ષ અગાઉથી સંલેખનાવ્રત સ્વીકારે છે અને એમ કરવામાં ક્રમે કમે એક પછી એક પ્રકારનો આહાર છેડતા જઈ છેવટે * માસિક મારણાંતિક સંલેખના સુધી આવી પહોંચે છે, અને ' એ રીતે બાર વર્ષને અંતે પિતાને દેહ છોડે છે. પરમ . ઉચ્ચ સાધકો જ આવી રીતે બાર વર્ષ અગાઉથી સલેખના- વ્રત અંગીકાર કરે છે.