________________
સલેખના
આ પ્રકારનું મરણ અત્યંત કઠિન છે. દેહ ઉપર અસાધારણ પ્રભુત્વ આવી ગયું હોય અને આત્મકલ્યાણની અખૂટ શ્રદ્ધા હોય ત્યારે આ પ્રકારના મરણ દ્વારા સંલેખનાવત માટે ગુરુમહારાજ અનુજ્ઞા આપે છે. દીર્ઘ સમયના કઠિન અભ્યાસ પછી જ આ પ્રકારની સજજતા સાધકને પ્રાપ્ત થાય છે. કેટલાક સાધુઓએ ભગવાન મહાવીર પાસે પાદપપગમનમરણ માટે અનુજ્ઞા માગી અને ભગવાન મહાવીરે તે આપી હતી. તે પછી બીજા કેટલાક સાધુઓએ ભગવાનને પૂછયું હતું કે “આવું અપ્રતિમ આત્મબળ તેઓ ક્યાંથી મેળવે છે ?” ત્યારે ભગવાને કહ્યું હતું કે જિનેશ્વર ભગવાનના વચનમાં અવિચલ અને ઉત્કટ શ્રદ્ધા હોય ત્યારે જ આ પ્રકારનું આત્મબળ સાધકમાં આવે છે.”
- જે વ્યક્તિ સંલેખન-વ્રત સ્વીકારે છે તે વ્યક્તિએ . પિતાના વ્રતને ભંગ ન થાય તે માટે પાંચ પ્રકારના
અતિચારથી બચવું જોઈએ. એ પાંચ અતિચાર આ પ્રમાણ છેઃ - (૧) જે વ્યક્તિ સંલેખન-વ્રત સ્વીકારે છે તે વ્યક્તિને ક્યારેક પિતાના વ્રતના પુપાર્જનથી પછીના જન્મમાં લૌકિક, ભૌતિક સુખ ભેગવવાની આકાંક્ષાઓ થવાનો સંભવ છે. એવી આકાંક્ષાઓ ન થવી જોઈએ.
(૨) જેમ આ લોકનાં સુખની આકાંક્ષા ન થવી જોઈએ, એવી રીતે પરલોકમાં, દેવ વગેરે ગતિમાં પણ સુખ મેળવવાની આકાંક્ષા ન થવી જોઈએ.