________________
સલેખના
૩૫ મૃત્યુના ઘણા પેટાપ્રકાર હોઈ શકે છે. અહીં આપણે
રછાએ થતા મૃત્યુનો વિચાર કરીશું. . ' જેઓ સ્વેચ્છાએ પોતાના જીવનનો અંત આણે છે, તેને પણ આત્મહત્યા, સ્વાર્પણ કે શહીદી, સમાધિ, સંથારે કે સંલેખન ઇત્યાદિ જુદા જુદા પ્રકારે પડે છે. અત્યંત દુઃખ કે નિરાશા આવી પડતાં કે સામાજિક ભય કે લજાને કારણે, અથવા એવા પ્રકારના માનસિક રોગને કારણે, માણસ -જ્યારે પોતાના જીવનનો અકાળે અંત આણે છે ત્યારે તેને આપણે આત્મહત્યા કહીએ છીએ. આત્મહત્યામાં ઉગ્ર આવેગ, જાત પ્રત્યેનો તિરસ્કાર, અસહિષ્ણુતા, ઉગ્ર રાગદ્વેષ અને તેમાંથી જન્મતાં અશુભ ભાવ કે અશુભ દયાન વગેરે હોય છે.
આત્મહત્યા અશુભ, અમંગળ, નિંદ્ય અને પાપરૂપ ગણાય છે, અને કાયદાની દૃષ્ટિએ તે ગુનો લેખાય છે. કુટુંબને ખાતર, સમાજને ખાતર, રાષ્ટ્રને ખાતર, ધર્મને ખાતર જેઓ સ્વેચ્છાએ પિતાના પ્રાણને હાડમાં મૂકે છે અને જરૂર પડે ત્યારે પોતાના પ્રાણને ભેગ પણ આપે છે, તેને આપણે બલિદાન, શહીદી, સ્વાર્પણ ઈત્યાદિ તરીકે ઓળખાવીએ છીએ. તેની પાછળ શુભ હેતુ હોય છે. પરંતુ એ હેતુ સાંસારિક હોય છે અને તેથી તેમાં ઉગ્ર રાગદ્વેષ હોવાનો સંભવ રહે છે. આ પ્રકારનું મૃત્યુ પક્ષમાં સ્તુત્ય અને વિપક્ષમાં નિંદ્ય મનાતું હોય છે. જ્યાં સ્વપક્ષ કે વિપક્ષ જેવી ભેદરેખા નથી હોતી ત્યાં તે ઘણુ લકેના. આદરને પાત્ર થાય છે.