________________
૩૪
- જિનતત્વ માટેની આધ્યાત્મિક પૂર્વતૈયારી કરી લેતાં હોય છે તેઓનું મૃત્યુ પંડિતમરણ કહેવાય છે. અંત સમયે તેઓને કઈ વાસના હોતી નથી; પૂરી શાંતિ અને સમાધિથી તેઓ પિતાનો દેહ છોડે છે. એમાં પણ કેટલીક વ્યક્તિઓ તે ધ્યાનમાં, કાઉસગમાં, પ્રભુના નામનું રટણ કરતાં કે મંત્રનો જાપ કરતાં કરતાં પિતાનો દેહ છોડે છે. આ ઉચ્ચતર સમાધિમરણ કોઈક વિરલ વ્યક્તિઓને જ સાંપડે છે.
જેઓનાં જીવનમાં થોડેક અંશે ત્યાગ અને સંયમને સ્થાન હોય છે છતાં ક્યારેક ક્યારેક તેઓ અશુભ ભાવ ધરાવતા હોય છે એવાં માણસે જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તે મૃત્યુને બાલપંડિતમરણ કહેવામાં આવે છે..
આમ બાળમરણથી પંડિતમરણ સુધીમાં ઘણી જુદી જુદી કટિ હોઈ શકે છે અને એટલા માટે કેટલાક શાસ્ત્રકારો બાલમરણ, બાલપંડિતમરણ, પંડિતબાલમરણ, પંડિતમરણ, પવિતપંડિતમરણ એવું વગીકરણ પણ કરે છે. વસ્તુતઃ . એમાં શુભ કે અશુભ ધ્યાનની અંતસમયે તરતમતા કેટલી હોય છે તેના ઉપર તે મરણને આધાર રહે છે.
મૃત્યુના વિવિધ પ્રકારેને મુખ્ય બે પ્રકારોમાં વહેંચી શકાય ઃ (૧) માણસને જીવવામાં રસ હોય, મૃત્યુ ગમતું ન હોય અને છતાં એના જીવનનો અંત આવે. (૨) માણસને જીવનમાંથી સ્વાભાવિક રીતે રસ ઊડી જાય અને સ્વેચ્છાએ પિતાના જીવનનો અંત આણે. અલબત્ત, આ બંને પ્રકારનાં