________________
-
લેખના
'
- જે વિવિધ રીતે મૃત્યુ થાય છે, તેના સત્તર જુદા જુદા પ્રકાર જૈન શાસ્ત્રમાં ગણાવવામાં આવ્યા છે : (૧) આવી ચીમરણ, (૨) અવધિમરણ, (૩) આત્યંતિકમરણ (૪) બલાયમરણ, (૫) વશર્તમરણ, (૬) અંતઃશલ્યુમરણ, (૭) તભવમરણ, (૮) બાલમરણ, (૯) પંડિતમરણ, (૧૦) બાલપંડિતમરણ, (૧૧) છદ્મસ્થમરણ, (૧૨) કેવલીમરણ, (૧૩) હાયસમરણ, (૧૪) વૃધપૃષ્ઠમરણ, (૧૫) ભક્તપરિજ્ઞામરણ, (૧૬) ઇગિનીમરણ, (૧૭) પાદપપગમનમરણ આ બધા પ્રકારની સમજણ જૈન શાસ્ત્રગ્રંથોમાં જોવા મળે છે.
જે માણસોનાં જીવનમાં કઈ પણ પ્રકારના સંયમને કે વિરતિને સ્થાન હોતું નથી અને મૃત્યુ આવતાં જેએ. અત્યંત ભયભીત થઈ જાય છે અને આત્ત-રૌદ્ર ધ્યાનમાં, મમત્વ અને અહમના વિચારમાં જેમનું મૃત્યુ થાય છે તે પ્રકારના મૃત્યુને બાલમરણ કહેવામાં આવે છે. રેલવે, વિમાન કે મેટર ઇત્યાદિના અકસ્માતમાં જે માણસે. અચાનક મૃત્યુ પામે છે તે માણસ સામાન્ય રીતે બાલમરણ પામતાં હોય છે.
જે માણસનું જીવન સંયમપૂર્વકનું હોય છે, જેમણે મૃત્યુના આગમન પૂવે બધાં વ્રત સ્વીકારી લીધાં હોય છે. * દેહ અને આત્માની ભિન્નતા સમજીને જેઓ મૃત્યુને કદરતના એક ક્રમ તરીકે વધાવી લેતાં હોય છે અને એ. જિ-૩