________________
નિયાણ ઉચ્ચતમ ભાવે ન પણ જોડાયા હોય; કેટલીક વખત મનના ઉચતમ ભાવ હોય, પરંતુ તેને અનુરૂપ કાયિક તપશ્ચર્યા ન પણ હોય. પિતાની તપશ્ચર્યા કેવી થઈ રહી. છે તે બીજા કરતાં માણસને પિતાને વધારે સમજાય. છે, પરંતુ કેટલીક વખત તપશ્ચર્યા વખતે મન, વચન અને. કાયાના પેગની ઉત્કૃષ્ટતા કેટલી છે તેની ખુદ પિતાને પણ ખબર નથી પડતી. એટલે તપશ્ચર્યા સાથે પોતે કરેલ. સંકલ્પ નિયાણુમાં પરિણમ્યું છે કે નહિ તેની કેટલીક વાર, ખુદ પિતાને પણ ખબર પડતી નથી. વળી ઈન્દ્રિયાર્થ પદાર્થોને યાગ, અનુભવ, વાસના, સમરણ, સંક૯૫, ભાવના, ધ્યાન, અભિલાષ ઈત્યાદિ વિવિધ તબક્કાઓમાંથી ચિત્ત પસાર થાય છે. એટલે દરેક ઈચ્છા એ નિયાણુ નથી. પરંતુ ઉગ્ર તપશ્ચર્યા સાથે તીવ્ર રસપૂર્વક અભિલાષસહિત કરેલ દઢ સંકલ્પમાત્ર નિયાણુ બને છે.
પ્રસંગ સાંપડ્યો હોય છતાં પણ નિયણુ ન બાંધે એવા મહાત્માઓનાં દૃષ્ટાંતે પણ જોવા મળે છે. જ્યારે ઘણી ઘેર તપશ્ચર્યા થઈ હોય ત્યારે દેવે આવીને તેવા તપસ્વીઓની કંઈ ઈચ્છા હોય તો તે પૂરી કરવા માટે વિનંતી કરતા હોય છે. પરંતુ તામલી તાપસ કે નમિ. રાજર્ષિ જેવા મહાત્માઓએ પોતાના તપને વટાવી ખાવાનો. ઈનકાર કર્યો હતો. ભગવાન મહાવીર સ્વામીને, કેવળજ્ઞાન. થયું તે પૂર્વે સંગમદેવે પણ એવી વિનંતી કરી હતી.. પરત મહાવીર સ્વામીએ તેને અસ્વીકાર કર્યો હતો..