________________
૧૪
જિનતત્વ પુણ્યકર્મના ઉદયે જ થાય છે એમ માનવામાં આવે છે. કેટલાક એને પ્રારબ્ધ કહે છે; પરંતુ આવા પ્રારબ્ધમાં પણ કોઈક નિયમ પ્રવર્તતે હોય છે અને તે નિયમ છે કમને.
કેઈક વખત એક તરફ શુભ કર્મનું ઉપાર્જન થતું હોય અને બીજી બાજુ ચિત્તમાં સુખોપભેગની તીવ્ર અભિલાષા જન્મતી હોય એવું બને છે. કેઈક વખત ‘ઉપાર્જિત શુભ કર્મના ઉદયરૂપે એ અભિલાષા સંતોષાય છે.
કમની નિર્જરા અને શુભ કર્મના ઉપાર્જન માટેનું મેટામાં મેટું એક સાધન તે બાહ્ય અને અત્યંતર તપશ્ચર્યા છે. શુભ ભાવથી કરેલી કઠેર તપશ્ચર્યા ક્યારે ય નિષ્ફળ જતી નથી; પરિણામ જન્માવ્યા વિના તે રહેતી નથી. કેટલીક સિદ્ધિએ મનુષ્યને આવા પ્રકારનાં કઈક ને કેઈક તપને પરિણામે મળતી હોય છે. આવી સિદ્ધિ, વગર-ઈચ્છાએ, એની પિતાની મેળે, મળે તેવું પણ ઘણી વાર બને છે. કેઈક વાર મનુષ્ય પોતાના તપના બદલામાં , કશુંક પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે છે અને એ રીતે પણ તે પ્રાપ્ત થાય છે.
કેટલીક વખત કઈક વસ્તુની પ્રાપ્તિ અર્થે માણસ તપશ્ચર્યા શરૂ કરે છે. કેટલીક વખત તપશ્ચર્યા કરતાં કરતાં કે ર્યા પછી તેના ફળરૂપે માણસ કઈ ઈચ્છાનું ચિત્તમાં સેવન કરે છે. તપના બદલામાં કેઈકે ફળ ઇચ્છવું તેને નિયણ” કહે છે. “નિયાણું બાંધવું” અથવા “નિયાણુ