________________
E નિયાણુ
નિયાણુ” એ જૈન શાસ્ત્રોનો પારિભાષિક શબ્દ છે. સંસ્કૃત “નિહાન” શબ્દ ઉપરથી તે આવેલું છે. પ્રાકૃતમાં નિયાણ” અથવા “નિયાણુ” શબ્દ વપરાય છે. નિદાન શબ્દના બે અર્થ છે : (૧) નિદાન એટલે પૃથકકરણ અને (૨) નિદાન એટલે નિશ્ચિત દાન. - જૈન શાસ્ત્રમાં “નિયાણુ” શબ્દ નિશ્ચિત દાનના અર્થની દૃષ્ટિએ પ્રજાયેલે છે. પરંતુ અહીં તે છૂ લ કઈ દ્રવ્યના દાનના અર્થમાં વપરાયે નથી. ચિત્તનું દાન અર્થાત કેઈ પણ એક વિષય કે વિચારમાં ચિત્તને તીવ્રપણે અપીં દેવું તે અર્થમાં “નિદાન”, “નિયાણ”, “નિયાણુ” શબ્દ. વપરાય છે. નિશ્ચિત ત નિદાને છે અથવા મinક્ષા નિયતં હીતે વિત્ત તરિંમત્તેતિ વ નિવાનમ્ ! એવી વ્યાખ્યા
નિરા” શબ્દની અપાય છે. - ચિત્તમાં અનેક પ્રકારના સંક૯પ-વિકલ્પ ઊઠે છે અને વિવિધ પ્રકારની અભિલાષાઓ જાગે છે. માણસની ઈચ્છા-- એને કૅઈ અંત હોતો નથી. ઈન્દ્રિયજન્ય વિવિધ પ્રકારનાં સુખ ભેગવવાની ઈરછા માણસને કુદરતી રીતે થાય છે. કેટલાંક ભૌતિક સુખ સહજ પ્રાપ્ત થાય છે; કેટલાકને માટે પ્રબળ પુરુષાર્થ કરવો પડે છે. ક્યારેક પુરુષાર્થ કર્યા વગર જ પ્રાપ્ત થતાં સાંસારિક સુખ તે પૂર્વનાં સંચિત.