________________
૧૨
જિનતત્ત્વ શિકારી જેમ સિંહના હુમલા વખતે દેડી ના શક્યો અને સિંહના શિકારનો ભોગ બન્યા તેના જેવી સ્થિતિ થાય. દેષરૂપી કાંટાને તત્કાલ શેધનની આવશ્યકતા ઉપર એટલા માટે જ શાસ્ત્રકારોએ ભાર મૂક્યો છે. રેગની જેમ દેશેની બાબતમાં પણ મનુષ્ય પ્રમાદી બની જાય છે. એટલા માટે જ પોતાના જીવનવ્યવહારનું પ્રતિક્ષણ અવલોકન કરવું અને દોષનું તત્ક્ષણ શેધન કરવું એ ઉત્તમ પુરુષનું લક્ષણ ગણાયું છે.