________________
જિનતત્વ
દેનું સેવન કરવાથી આત્મા અશુદ્ધ બને છે. આ પ્રકારના દોષસેવનને શાસ્ત્રીય પરિભાષામાં “પ્રતિસેવના કહેવામાં આવે છે. પ્રતિસેવન થવાનાં દસ મુખ્ય કારણે. છે. ભગવતીસૂત્રમાં કહ્યું છે : સવિહત ઘકિસેવા પૂuત્તા. આ. દસ પ્રકારની પ્રતિસેવના નીચે પ્રમાણે છે :
(૧) દપ પ્રતિસેવના અહંકારને કારણે થતી. સંયમની વિરાધના.
(૨) પ્રમાદ પ્રતિસેવના : મધપાન, વિષય, કષાય.. નિદ્રા અને વિકથા એ પાંચ પ્રકારના પ્રમાદના સેવનથી. જીવનમાં આવતી અશુદ્ધિ.
(3) અનામે પ્રતિસેવનાઃ અનાભોગ એટલે અજ્ઞાનએને કારણે થતાં દુષ્કર્મો.
(૪) આતુર પ્રતિસેવના સુધા, તૃષા વગેરેની પીડાથી. વ્યાકુળ થઈ મનુષ્ય જે પાપનું સેવન કરે તે.
(૫) આપપ્રતિસેવન : આપત્તિ આવી પડતાં થતી. ચરિત્રની શિથિલતા. ચાર પ્રકારની મુખ્ય આપત્તિ ગણુવાય છે : (૧) દ્રવ્યાપત્તિ ( ગ્ન આહાર આદિ ન મળે), (૨) ક્ષેત્રા૫ત્તિ (ભયંકર જંગલ કે અનાર્ય પ્રદેશમાં સંયમ ન સચવાય), (૩) કાલાપત્તિ (દુકાળ, રેલ, ધરતીકંપ વગેરે કુદરતી સંકટોમાં વ્યાકુળ થઈ મનુષ્ય અકાર્ય કરે ).. (૪) ભાવાપત્તિ (માંદગી, અસ્વસ્થતા વગેરેને કારણે મનુષ્યચિત્ત ઉપરને સંયમ ગુમાવી બેસે તે).