________________
પ્રતિસેવના તાપસે વૈદને માત્ર ફળાહોરની વાત કરી, માછલીની નહિ. એટલે વૈદે કહ્યું, “મારા ઉપચારે ઊંધા પડ્યા છે. માટે તમારાથી જરૂર કેઈ એવી વસ્તુ ખવાઈ ગઈ હશે જે તમને -ચાદ આવતી નહિ હોય. માટે બરાબર યાદ કરે. પરંતુ તાપસે ફરીથી કહ્યું કે પોતે ફળાહાર સિવાય કશું જ ખાધું નથી. વિદના જુદા જુદા બધા ઉપચારો ઊંધા પડવા લાગ્યા. હવે તે કદાચ પ્રાણ બચશે નહિ એમ વૈદને લાગ્યું. વૈદે ફરી એક વખત તાપસને કહ્યું, “તમે જે કંઈ ખાધું હોય તે બધું હજી બરાબર યાદ કરે, કારણ કે મારા બધા : ઉપચાર ઉંધા પડે છે ને તમારો જાન હવે જોખમમાં
છે. એટલે તાપસે કબૂલ કર્યું કે પિતે માછલી ખાધી છે. વિદે તરત જ એ પ્રમાણે ઉપચારમાં ફેરફાર કર્યા અને થોડા દિવસમાં તાપસ સાજો થઈ ગયો.
જેમ તાપસની બાબતમાં તેમ પોતાના જીવનની બાબતમાં માણસ જે પોતાના દોષનો સમયસર પ્રામાણિકપણે એકરાર કરી લે છે તે તે ભૌતિક, નૈતિક અને આધ્યાત્મિક નુકસાનમાંથી બચી જઈ શકે છે.'
સ્નાન, પ્રક્ષાલન, દંતધાવન ઈત્યાદિ દ્વારા પ્રતિદિન પિતાના દેહની શુદ્ધિ માટે મનુષ્ય જેટલો પ્રયત્નશીલ હોય છે એટલે ચિત્તની શુદ્ધિ કે આત્માની શુદ્ધિ માટે હોતો નથી. આત્માનું સ્વરૂપ કેવું છે, આત્માના ગુણો કયા કયા છે, આતમને કયા કયા દોષોથી બચાવવાને હોય છે તે જે જાણે છે તે આત્માની વિશુદ્ધિ માટે પ્રયત્નશીલ રહી શકે છે. '