________________
૧૫o
જિનતત્વ રેજ ખમાસમણાં, કાઉસગ, નવકારવાળી, સાથિયા વગેરે વિધિ સાથે યથાશક્તિ આરાધના કરવાનું હોય છે.
વર્ધમાન તપની ઓળીની આરાધના જે શુદ્ધ અને શુભ ભાવથી કરવામાં આવી હોય તો એથી ઐહિક જીવનમાં શુભ કાર્યોમાં વિદને કે અંતરા દૂર થાય છે, પણ એથી મેટામાં મોટો લાભ તે એ છે કે આ આરાધનાથી તીર્થકર નામકર્મ બંધાય છે.
કેટલાક ઇવેને બાહ્ય તપશ્ચર્યા કઠિન લાગે છે તે કેટલાકને આત્યંતર તપશ્ચર્યા. વસ્તુતઃ બંને પ્રકારની. તપશ્ચર્યાની જરૂર છે. માણસ ઉપવાસ, આયંબિલ કરે અને સાથે કે પણ એટલે કરે તે બરાબર નથી. તેમ સામાયિક, પ્રતિકમણ, સ્વાધ્યાય, ધ્યાન ઈત્યાદિ કરે અને સાથે ભક્ષ્યાભઢ્ય ખાવાપીવાના અને નાટક-નાચગાનના એટલા જ જલસા કરે તે પણ બરાબર નથી, પરંતુ એટલા માટે તપશ્ચર્યા કરનારે તપશ્ચર્યા કરતાં અટકી જવાનું નથી. બાહા કે આત્યંતર તપથી ઈન્દ્રિયો પર અને ચિત્ત ઉપર સંયમ આવે એ જે પ્રથમ અગત્યની વસ્તુ છે. તપશ્ચર્યા કરનાર યંત્રવત્ તપશ્ચર્યા કરે તો એનામાં જડતા, કે ભાવશૂન્યતા આવી જાય એવે સંભવ રહે છે. તપશ્ચર્યા કરનાર માત્ર લૌકિક ફળ માટે, સાંસારિક લાભે માટે તપશ્ચર્યા કરે એવું પણ કેટલીક વાર બને છે. વસ્તુતઃ તપશ્ચર્યા કરનારમાં ક્રોધ, માન વગેરે કષા ક્રમે ક્રમે ઘટતા જવા જોઈએ, સાંસારિક વાસનાઓ દૂર થતી જવી જોઈએ,