________________
વધમાન તપની ઓળી
. ૧૪૯ બિલ અને પાંચ ઉપવાસ કરવાનાં હોય છે. ત્યારપછી શક્તિ, રુચિ અને અનુકૂળતા પ્રમાણે કાં તો તરત અથવા થોડા દિવસ પછી, છ આયંબિલ અને એક ઉપવાસ કરવાના હોય છે. એમ કરતાં અનુકૂળતા પ્રમાણે અનુક્રમે સે આયંબિલ અને એક ઉપવાસ સુધી પહોંચવાનું હોય છે. આમ, વર્ધમાન તપની આયંબિલની ઓળીમાં કુલ ૫૦૫૦ આયંબિલ અને સે ઉપવાસ કરવાના આવે છે. બે એળી વચ્ચે અંતર રાખી શકાય છે, પરંતુ નાનીમોટી ઓળીમાં વચ્ચે ખડે પાડી શકાય નહિ પડે તો ફરીથી તે કરવી પડે. બે ઓળી વચ્ચે એક પણ દિવસને ખાડે પાંડ્યા વગર સળંગ આયંબિલ અને ઉપવાસની સતત તપશ્ચર્યા કરે તો પણ માણસને સે ઓળીની આ તપશ્ચર્યા પૂરી કરતાં ૫૧૫૦ દિવસ એટલે કે ચૌદ વર્ષ કરતાં વધુ સમય લાગે. બે ઓળી લચ્ચે છૂટના જેમ વધારે દિવસ પસાર થાય તેમ એ તપશ્ચર્યા લંબાય, ક્યારેક વીસ-પચીસ વર્ષ પણ થાય. લાખ માણસેમાં કેઈક વિરલ માણસે જ આટલાં બધાં વર્ષ ધીરજપૂર્વક આ તપશ્ચર્યા કરી શકે. પરંતુ એવી દીર્ઘકાલીન તપશ્ચર્યા કરનારા માણસે આજે પણ વિદ્યમાન છે એ આનંદની વાત છે.
આ તપશ્ચર્યા કરનારે પણ રોજ જિનપૂજન, દેવવંદન, પડિલેહણુ, ગુરુવંદન, પ્રતિકમણ વગેરે આવશ્યકાદિ કિયાઓ યથાશક્તિ કરવાની હોય છે. સાથે નવ પદમાંથી અરિહંતપદ, સિદ્ધપદ કે પપદમાંથી કોઈ પણ એક પદનું