________________
૧૪૬
- જિનતત્વ જૈન ધર્મમાં આરાધના કરવા માટે કોઈ પણ વ્યક્તિને અનાદર નથી કે કોઈ પણ વ્યક્તિની અપાત્રતા ગણું નથી. ગમે તે માણસ ગમે ત્યારે ગમે ત્યાંથી આરાધના શરૂ કરી શકે છે. નવકારશીથી બે-ત્રણ મહિનાના ઉપવાસ સુધી માણસ પહોંચી શકે છે. જેનાથી ભૂ જગ્યા ન રહેવાતું હોય તે ખાવાની વાનગીઓ ઓછી કરી શકે છે. મનમાં તપશ્ચર્યા કરવાનો ભાવ અને ઉત્સાહ હોય તે તપશ્ચર્યાના અનેક રસ્તા છે. શાસ્ત્રોમાં તપશ્ચર્યાના મુખ્ય આર પ્રકાર બતાવ્યા છે : અનશન વગેરે છે પ્રકારની બાહ્ય તપશ્ચર્યા અને પશ્ચાત્તાપ વગેરે છ પ્રકારની આત્યંતર, તપશ્ચર્યા.
કેઈકને પ્રશ્ન થાય છે કે ભગવાને દુનિયામાં ખાવાપીવાની આટલી બધી સગવડ આપી તે ખાઈપીને લહેર કરવાને બદલે હાથે કરીને શરીરને કે મનને કષ્ટ કેમ આપવું? જેઓ જૈન ધર્મના હાર્દને સમજતા નથી તેઓ આ પ્રશ્ન કરે એ સ્વાભાવિક છે. વસ્તુતઃ એક્ષપ્રાપ્તિ એ જે આપણું અંતિમ ધ્યેય હોય અને સંપૂર્ણ કર્મક્ષય વિના મોક્ષપ્રાપ્તિ નથી એ જે આપણને બરાબર સમજાઈ ગયું હોય અને શ્રદ્ધાપૂર્વક નજર સમક્ષ તે વાત જે સતત રહ્યા કરે તે આવો પ્રશ્ન થાય જ નહિ. ભગવાને ખાવાપીવાની આટલી બધી સગવડ કરી છે એ ભ્રામક * ખ્યાલ તેઓના મનમાં પછી નહિ રહે. ખાવું પડે છે એ જીવની લાચારી છે; અનાદિની પડેલી ટેવ છે. અનાહારીપણું