________________
વધમાન તપની ઓળી
૧૪૭ એ જ આત્માને સારો સ્વભાવ છે. આહારથી કમ બંધાય છે. તપશ્ચર્યાથી કર્મનો ક્ષય થાય છે. વળી તપશ્ચર્યાથી ઈન્દ્રિ ઉપર સંયમ આવે છે અને સંયમથી નવાં કર્મ ઓછાં બંધાય છે; પરંતુ જીવની મેહદશાને કારણે મોક્ષપ્રાપ્તિનું અંતિમ ધ્યેય અને એ માટેના ઉપાયાની વિચારણા એની નજર સામેથી ખસી જાય છે. માટે જ ઈન્દ્રિયેના અલ્પજીવી સુખને એ સનાતન સુખ માનવા લાગે છે.'
બાહ્ય પ્રકારની તપશ્ચર્યામાં રસત્યાગ”ની તપશ્ચર્યા પણ ઘણી અગત્યની છે. રસત્યાગ એટલે સ્વાદનો ત્યાગ; એટલે કે લૂખો આહાર, રસેન્દ્રિય ઉપર સંયમ મેળવ્યા વગર રસત્યાગ સહેલું નથી. આયંબિલ (આચાર્લી-આંબેલ) રસત્યાગના પ્રકારની તપશ્ચર્યા છે. આયંબિલ કરનારે દિવસમાં ફકત એક જ વાર, એક આસને બેસી ઘી-તેલ, ખાંડ, ગોળ ઈત્યાદિ રિનગ્ધ પદાર્થો વગર અને સ્વાદેન્દ્રિયને ઉત્તેજનાર એવા મસાલા વગરને લૂખો આહાર લેવાનો હોય છે. આયંબિલ કરતાં ઉપવાસ કઠિન છે, કારણ કે ઉપવાસમાં બિલકુલ આહાર લેવાનો નથી, પરંતુ કેટલાંકને ઉપવાસ કરે સહેલે લાગે છે, પણ આયંબિલ એટલું સહેલું લાગતું નથી, કારણ કે ન ભાવતું ભજન કરવા માટે રસેન્દ્રિય ઉપર અસાધારણ સંયમની જરૂર છે.
સળંગ નવ દિવસ સુધી આયંબિલ કરવાની તપઅને આયંબિલની ઓળી (આવલી–એટલે હારમાળા;