________________
વર્ધમાન તપની ઓળી
૧૪૫ ઈન્દ્રિયે એક દિવસમાં કાબૂમાં આવી જતી નથી. એ
માટે સતત અભ્યાસની જરૂર પડે છે. એ અભ્યાસ - એટલે પણ તપશ્ચર્યા. ' * જેમ ઈન્દ્રિયને તેમ ચિત્તને પણ સંયમમાં રાખ
વાની જરૂર છે. કેટલાય વિચારો આપણને સતાવ્યા કરે ' છે. આપણે પીછો છોડતા નથી. તેનું કારણ ચિત્ત ઉપર
આપણે સંયમ નથી એ છે. જેમ શરીરને તેમ ચિત્તને સંયમમાં રાખવાની ક્રિયા તે પણ તપશ્ચર્યા છે. . . બધાં જ માણસે એકસરખી તપશ્ચર્યા કરી શકતાં નથી. ઉંમર, શરીરની અવસ્થા, સમયની અનુકૂળતા, ઘરનું વાતાવરણ, વ્યવસાયની ચિંતા, ચિત્તની શક્તિ વગેરે પ્રમાણે દરેક માણસની તપશ્ચર્યા કરવાની શક્તિ જુદી જુદી હોય છે. કેઈ ઉપવાસ કરી શકે, કેઈ એકાસણું કરી શકે; કેઈ આયંબિલ કરી શકે; કઈ એક જગ્યાએ બેસી ક્રિયાકાંડ કરી શકે, કેઈ સ્વાધ્યાય કરી શકે, કોઈ જપ કરી શકે, કઈ ધ્યાન ધરી શકે. કેઈક માણસે એક કરતાં વધારે પ્રકારની સંપશ્ચર્યા એક સાથે કરી શકે અને એમાં પણ શક્તિ વધતાં આગળ વધી શકે. ભગવાન મહાવીર ઉપવાસ કરતાં કરતાં છ મહિનાના ઉપવાસ સુધી પહોંચી શક્યા. તેઓ આંખનું મટકું માર્યા વિના, ખુલી આખે લાંબા સમય સુધી ધ્યાનમાં મગ્ન રહી શકતા. - જિ.-૧૦