________________
૧૨૬
જિનતત્ત્વ
તેથી બાકીના બધા જીવોને આપણા તરફથી અભયદાન મળે છે. ગાંધીજીના આ ઉત્તરમાં જેનોની અહિંસાની ભાવના બરાબર વ્યક્ત થઈ છે, કારણ કે અન્નમાં પણ જીવ છે અને એ બધા જીવોની હિંસા ઓછામાં ઓછી થાય એ અહિંસાની ભાવના છે. ઉપવાસમાં આ ભાવના સૌથી વધુ પિષાય છે. વાઘ આપણને ખાઈ જવા માટે ધસી આવે અને એના મુખમાંથી આપણે બચી જઈએ તે આપણને કેટલો બધો આનંદ થાય ! વાઘ પાંજરામાં પુરાયેલો હોય તે આપણે કેટલી નિર્ભયતાથી આનંદપૂર્વક આમતેમ ફરી શકીએ છીએ! એવી જ રીતે ઉપવાસ કરીએ છીએ ત્યારે આપણે આપણી જાતને પાંજરામાં પૂરી દઈએ છીએ જેથી બીજા જીવને આપણું તરફથી અભયદાન મળે છે. વનસ્પતિ, ફળફૂલ વગેરેમાં પણ જીવો છે એમ જે સમજે છે અને શ્રદ્ધાપૂર્વક માને છે એમને માટે આ વાત છે. ભગવાને આ સૃષ્ટિમાં આપણા ખાવા માટે બધા જીવ ઉત્પન્ન કર્યા છે એમ માનવાવાળાને આ - -સૂક્ષ્મ વાત સહેલાઈથી નહિ સમજાય.
ઉપવાસ વગેરે બાહ્ય તપશ્ચર્યામાં પણ વિવિધ પ્રકારની પરિસ્થિતિ પ્રવર્તતી હોય છે. ખાવું હોય અને છતાં ખાવાનું ન મળે અને ઉપવાસ થાય એ એક સ્થિતિ છે.. અને ખાવાનું મળતું હોય અને છતાં સ્વેચ્છાએ પ્રેમભાવથી, જ્ઞાનથી, શ્રદ્ધાથી, તપ કરવાની ભાવનાથી ખાવાનું ન ખાવું એ બીજી સ્થિતિ છે. બંને સ્થિતિમાં દેહને કષ્ટ પડે છે, પરંતુ એમાં એ કષ્ટ તીવ્ર લાગે છે, બીજામાં એ એટલું '