________________
જૈન દૃષ્ટિએ તપશ્ચર્યા
૧૨૫
તપશ્ચર્યાની ખાખતમાં પણ જૈન ધર્મ અન્ય ધર્મોની અપેક્ષાએ અતિમ ક્રેડિટની વાત કરે છે. એટલે જ જેટલી ઉગ્ર તપશ્ચર્યા જૈન લેાકેામાં જોવા મળે છે, એટલી દુનિયાના બીજા કોઈ ધર્મના લેાકેામાં જોવા મળતી નથી. મુસલમાના રમઝાનના દ્વિવસે। દરમિયાન એક મહિના સુધી રાજ રાજા કરે ત્યારે સૂ ચૌદયથી સૂર્યાસ્ત સુધી પાણીનું ટીપુ" પણ મેઢામાં નાખતા નથી. પરંતુ રાત્રે તેઓ ખાઈ શકે છે. તેમની આ તપશ્ચર્યા જૈનોના ઉપવાસની સરખામણીમાં હળવી તપશ્ચર્યા છે
છ પ્રકારની ખાદ્ઘ તપશ્ચર્યામાં આત્માના અનાહરી પદ્મના અનુભવ કરાવનાર અનશન( ઉપવાસ ) ને શ્રેષ્ઠ ગણી છે. દિવસમાં એક ટંક રસહીન લુખ્ખા આહાર. લેવા તે આયખિલ નામનું તપ છે. સંયમપાલન માટે તે ઘણું મહત્ત્વનું તપ ગણાય છે. ઉણાદરીમાં પેટ ઊણું— અધૂરું રાખીને ખાવાનું વ્રત હોય છે. વૃત્તિસ'ક્ષેપમાં નિશ્ચિત કરેલી વાનગીઓ જ ખાવાની હાય છે. કની. નિર્જરા સાથે, આ પ્રકારની ખાદ્ઘ તપશ્ચર્યા સાથે અહિંસાની ભાવના સંકળાયેલી છે, કારણ કે, ન ખાવાથી કે મેથ્યુ ખાવાથી એટલી એછી જીવહિંસા થાય છે. ગાંધીજી હમેશાં પાંચ જ વાનગી જમવામાં લેતા. એક વખત કોઈ કે એમને પૂછ્યુ. કે પાંચ વાનગી જ ખાવાથી. શે! લાભ ? ગાંધીજીએ કહ્યું, ‘આપણી જમવાની પાંચ. વાનગી નિશ્ચિત થઈ જાય અને આપણે હવે છઠ્ઠી વાનગી. ખાવામાં લેવાના નથી જ એવા આપણા નિયમ હાય તે