________________
૧૨૪
- ... જિનતત્ત્વ વણાનાં પુલ પરમાગુએ આત્માને ચોંટે છે અને એ કમ ઉદયમાં આવી જ્યારે ગવાય છે ત્યારે એ પુદગલ પરમાણુઓ ઊખડી જાય છે, નીકળી જાય છે, ખરી પડે છે, એટલે કે કમની નિર્જરા થાય છે.
આત્માના આઠ રૂચક પ્રદેશો સિવાયના પ્રદેશને કાશ્મણ વગણના પુદ્ગલ પરમાણુઓ ચટવાની અને ખરી પડવાની આ પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે. ઉપવાસ વગેરે તપશ્ચર્યાથી દેહમાં આવો એક પ્રકારની તપ્તતા ઉદ્દભવે છે જેથી કામણ વર્ગના કેટલાક પુદ્ગલ પરમાણુ ખરી પડે છે. આમ, તપથી કમની નિર્જરા થાય છે. તેમાં પણ સ્વેચ્છાએ ભાવેલાસપૂર્વક તપ કરીને શરીરને કષ્ટ આપ્યું હોય તે કર્મની નિર્જરા વિશેષ થાય છે. એમાં માત્ર આ જન્મના જ નહિ, પણ જન્મજન્માક્તરનાં કર્મોની નિજ રા થાય છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે : મવડી સંનિ વન્ન તવા નિડર 1 ( કરડે ભવનાં સંચિત થયેલાં કર્મો તપથી નિર્જરિત થાય છે.) આવશ્યકની ટીકામાં કહ્યું છે : તાવથતિ વણા કર્મ કૃતિ તા : (આઠ પ્રકારનાં કર્મોને જે તપાવે છે તેનું નામ તપ છે ) ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે : તળ વેણા (તપથી વ્યવદાન અર્થાત્ કર્મોની શુદ્ધિ થાય છે. ) તપથી કર્મની નિર્જરા : દ્વારા અશુભ લેશ્યાઓનો પરિહાર થાય છે અને સમ્યફદર્શન નિર્મળ થાય છે.
આમ જૈન દર્શનમાં તપશ્ચર્યા ઉપર ઘણે ભાર, મૂકવામાં આવ્યો છે. જેમ અહિંસાની બાબતમાં તેમ