________________
.
જૈન દૃષ્ટિએ તપશ્ચર્યા
૧૨૩
પણ તપશ્ચર્યા સ્વીકારી છે એ એક મહત્ત્વની વાત ભૂલવી ન જોઈ એ.
દુનિયાના બધા ધર્મોમાં બાહ્ય તપ ઉપર ભાર મૂકવામાં આવ્યા છે અને ત્યાં તેના હેતુ આરેાગ્ય, દેહની શુદ્ધિ, ઇન્દ્રિયા ઉપર સયમ અને ચિત્તની નિર્માળતાને છે. ગીતાના સત્તરમા અધ્યાયમાં શારીરિક, વાચિક અને માનસિક તપના સાત્ત્વિક, રાજસ અને તામસ એવા પ્રકારો મતાવવામાં આવ્યા છે.
તપથી દેહશુદ્ધિ થાય છે એ નિર્વિવાદ વાત છે. ઑપરેશન કરવુ હાય તે ડૅકટરે પણ આગલી સાંજથી ખાવાની અને આપરેશન પછી માર કે ચાવીસ કલાક પાણી પીવાની પણ મનાઈ કરે છે, એકાસણું, આયંખિલ કે ઉપવાસથી કજિયાત, અર્જીણ વગેરે રાગેા દૂર થાય છે, એમ વૈદે કહે છે. અમુક સમય સુધી સ્વેચ્છાએ આહાર ન લેતાં ઇન્દ્રિયે શાંત પડે છે, અને અનુક્રમે ચિત્ત પણ શાંત થાય છે. ચિત્તમાં સદ્દવિચારા કુરે છે. માણસ પ્રસન્નતા અનુભવે છે. ગીતા કહે છે
:
विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः । આહારના ત્યાગ કરનાર વ્યક્તિની ઇન્દ્રિયેાના વિષચે નિવૃત્ત થઈ જાય છે.
તપના આ મહિમા તેા છે જ, પરંતુ જૈન ધર્મ વિશેષ એમ માને છે કે તપ વડે ક્રમની નિર્જરા થાય. છે. જ્યારે શુભ કે અશુભ કમ અધાય છે ત્યારે કાણુ