________________
૧૨૨
જિનતરવું,
ખડખડ અવાજ આવત: પેટની ચામડી પીઠની ચામડીની લગેલગ થઈ ગઈ હતી; હાથપગ દેરડી જેવા થઈ ગયા હતા; આંખે ઊંડી ઊતરી ગઈ હતી અને બાકોરા જેવી લાગતી હતી. શરીરની નસે બહાર નીકળીને લબડતી હતી. આવી ઘેર તપશ્ચર્યાને કારણે તેઓ વારંવાર બેભાન થઈ જતા.
એક વખત એવી રીતે બેભાન બની એક વૃક્ષ નીચે તેઓ પડ્યા હતા તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા ગાયિકાના એક વૃદે નજીકમાં આરામ માટે મુકામ કર્યો. તે સમયે પિતાની વીણાને સજજ કરવા માટે મુખ્ય ગાયિકાએ બીજીને સૂચના આપી કે “એના તાર વધારે પડતા ખેંચીને મજબૂત ન કરતી, નહિ તે તાર તૂટી જશે અને ઢીલા પણ ન રાખતી, નહિ તે સંગીતની મધુરતા જન્મશે નહિ; તાર મધ્યમસર રાખજે.” તે સમયે જાગ્રત થતાં ભગવાન બુદ્ધ આ શબ્દો સાંભળ્યા અને તરત એમને થયું કે તપશ્ચર્યાની બાબતમાં પણ પિતે મધ્યમ માર્ગ અપનાવ જોઈએ જેથી બેભાન થઈ ન જવાય. પછી તે સાધનાની પ્રત્યેક બાબતમાં એમણે મધ્યમ માર્ગ અપનાવ્યો.
હું એમ માનું છું કે ભગવાન બુદ્ધ જે ભગવાને મહાવીરને મળ્યા હતા તે તપશ્ચર્યા માટે કદાચ જુદે જ અભિગમ એમણે અપનાવ્યા હતા. ભગવાન બુદ્ધ તપશ્ચર્યાને ઇન્દ્રિય ઉપરના સંયમ અને મનની નિર્મળતા માટે સ્વીકારી, પરંતુ ભગવાન મહાવીરે તદુપરાંત કર્મની નિજા માટે