________________
જન દૃષ્ટિએ તપશ્ચર્યા
૧૨૧.
'
નથી. એટલા માટે એમને દીર્ઘ તપસ્વી ” તરીકે ઓળખાવવામાં આવે છે.
જૈન માન્યતા પ્રમાણે પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવના સમયમાં વધુમાં વધુ ઉપવાસ એક વર્ષના થતા. ત્યારે તે પ્રકારનુ” શરીરબળ રહેતું. ખીજા તીર્થંકરથી તે તેવીસમા તીર્થંકર સુધીના સમયમાં વધુમાં વધુ ઉપવાસ આઠ મહિનાના થતા અને છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીના સમયમાં વધુમાં વધુ છ મહિનાના ઉપવાસ થતા. ભગવાન મહાવીરે વધુમાં વધુ છ મહિનાના ઉપવાસ કર્યા હતા.
શરીરના પેષણ માટે આહારની જરૂર છે. એક ટક ખાવાનું ન મળતાં માણસને નખળાઈ વરતાય છે. એક દિવસ ખાવાનું ન મળતાં માણસ ઢીલા થઈ જાય છે; માથુ દુખે છે; ઉષકા અને ઊલટી શરૂ થાય છે; ચક્કર આવવા લાગે છે. આઠ-દસ દિવસ ખાવાનું ન મળતાં માણસ બેભાન થઈ જાય છે; મૃત્યુ પણ પામે છે. સા ગ એક મહિના સુધી ખારાક ન લેનાર માણસ માટે જીવવાની શકયતા ઘણી ઓછી રહે છે.
ભગવાન બુદ્ધે નિગ્રંથ ભગવાન મહાવીરની ઘેાર તપશ્ચર્યાની વાત સાંભળી હતી. એથી તેમણે પણ તપશ્ચર્યાના મા` લીધે અને ઘેર તપશ્ચર્યા શરૂ કરી હતી. એથી એમનુ શરીર એકદમ અત્યંત કુશ ખની ગયું હતું. બૌદ્ધ ગ્રંથામાં વર્ણન છે તે પ્રમાણે એમનું શરીર સુકાઈ ને એવુ થઈ ગયુ` હતુ` કે તેએ ચાલતા ત્યારે હાડકાંના