________________
19Y
૧૨૦
જિનતત્ત્વ મોઢામાં ન નાખે. દિવસ દરમિયાન કેટલાક ઉકાળેલું પાણી પીએ, કેટલાક બિલકુલ પણ ન પીએ. એક દિવસને એ ઉપવાસ કરવા એ સહેલી વાત નથી.
ઉપવાસ ઉપરાંત એકાસણું, આયંબિલ, ફક્ત કોઈ એક જ ધાન્ય કે વાનગીનો આહાર લેવે વગેરે વિવિધ પ્રકારની તપશ્ચર્યાઓ થાય છે. આ બધી બાહ્ય પ્રકારની તપશ્ચર્યાઓ ગણાય છે. બાહ્ય અને આત્યંતર તપશ્ચર્યાએ ' મુખ્યત્વે બાર પ્રકારની બતાવવામાં આવી છેઃ (૧) અનશન (ઉપવાસ), (૨) ઉણેદરી, (૩) વૃત્તિક્ષેપ, (૪) રસત્યાગ, (૫) કાયક્લેશ અને (૬) સલીનતા એ છ પ્રકારનાં બાહ્ય તપ છે. (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવચ્ચ, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન અને (૬) કાઉસગ (
કાગ) એ છ પ્રકારનાં આત્યંતર તપ છે. બાહ્ય તપ કરતાં આત્યંતર તપ ચડિયાતું મનાય છે. ' પરંતુ બંને પ્રકારનાં તપ કમ નિર્જરા માટે આવશ્યક મનાય છે. . ભગવાન મહાવીરે બાહ્ય અને આત્યંતર એમ ઉભય પ્રકારનું તપ સાડા બાર વર્ષ સુધી કર્યું. એક વખત એમણે સળંગ છ મહિનાના ઉપવાસ કર્યા હતા. સાડા , બાર વર્ષમાં એમણે ખાધું હોય એવા દિવસ ઘણા ઓછા– લગભગ એક વરસ જેટલા જ છે. ભગવાન મહાવીરે જેટલી આકરી તપશ્ચર્યા લાંબા સમય સુધી કરી છે એટલી . " ઈતિહાસમાં બીજી કઈ વ્યક્તિના જીવનમાં જોવા મળતી .