________________
૯૬
જિનતત્ત્વ વિનયશુદ્ધિ, (૪) અનુભાષણશુદ્ધિ, (૫) અનુપાલનશુદ્ધિ અને (૬) ભાવશુદ્ધિ એમ છ પ્રકારની શુદ્ધિ પણ પચ્ચકખાણની ગણાવવામાં આવે છે.
મનુષ્યના મનના વ્યાપારનું અને એને બાહ્ય ક્રિયાનું કેટલું ઝીણવટપૂર્વક સૂક્ષમ અવલોકન પૂર્વાચાર્યોએ કર્યું છે તે પચ્ચક્ખાણની વિવિધ પ્રકારની શુદ્ધિ ઉપર જે ભારી મૂકવામાં આવ્યું છે તે પરથી જોઈ શકાય છે.
પચ્ચક્ખાણ અથવા પ્રત્યાખ્યાન વિશે જૈન પરંપરામાં એક પ્રાચીન સમયથી મીમાંસા થતી આવી છે. પ્રત્યાખ્યાન વિશે જૈન આગમ સાહિત્યમાં વિશદ અને ગહન છણાવટ થયેલી છે. ભગવતી સૂત્રના સાતમા શતકમાં. પ્રત્યાખ્યાન’નું સ્વરૂપ, તેનાં ભેદ અને લક્ષણે આપવામાં આવ્યાં છે. જૈન આગમગ્રંથોમાંનું “દષ્ટિવાદ” નામનું બારમું અંગ લુપ્ત થઈ ગયું છે. પરંતુ અન્ય સંદર્ભો પરથી નિશ્ચિતપણે જાણી શકાય છે કે “દષ્ટિવાદ” નામના અંગમાં “પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વ” નામનું એક
પૂર્વ” હતું. આ “પૂર્વ માં પચ્ચક્ખાણ વિશે ચોરાસી. લાખ જેટલાં પદ હતાં એમ કહેવાય છે. પચ્ચકખાણ. વિશેના લુપ્ત થઈ ગયેલા આ પૂર્વની પદસંખ્યા જોતાં. પણ સહેજે સમજી શકાય એમ છે કે તેમાં પચ્ચક્ખાણ વિશે કેટલી બધી વિગતે છણાવટ થઈ હશે!.
પચ્ચક્ખાણ વિશે આગમસાહિત્ય, આવશ્યકનિયુક્તિ વગેરે ટીકાગ્રંથ ઉપરાંત ઘણા બીજા ગ્રંથમાં