________________
૮૫
પિચ્ચખાણ
અભિમાનથી, ક્યારેક હુરચાઈથી, ક્યારેક કપટ કરવાનો આશયથી, ક્યારેક લોભલાલચને વશ થઈ માણસ પચ્ચખાણ લે છે. કયારેક દુઃખ અને ક્લેશને કારણે, ક્યારેક રાગ અને દ્વિષને કારણે, તે ક્યારેક વેરભાવ અને વટને કારણે માણસ પચ્ચક્ખણ લે છે. આવાં પચ્ચક્ખાણ શુદ્ધ નથી. - ભાવશુદ્ધિ એ પચ્ચકખાણની પ્રથમ આવશ્યકતા છે. પરાણે, કોઈકને કહેવાથી, મન વગર, નછૂટકે માણસ પચ્ચક્ખાણ લે તો તેમાં ભાવશુદ્ધિ રહેતી નથી. અને તેથી તેવા પચ્ચકખાણનું ઝાઝું ફળ મળતું નથી. દ્રવ્ય -અને ભાવ ઉભય દષ્ટિએ પચ્ચકખાણ શુદ્ધ હોવું જોઈએ. પચ્ચકખાણ ત્રણ પ્રકારનાં શલ્ય-મિથ્યાત્વશલ્ય, માયાશલ્ય અને નિયાણુશલ્યથી રહિત હોવું જોઈએ.
પચ્ચક્ખાણ માટે શાસ્ત્રકારોએ વિવિધ પ્રકારની શુદ્ધિ દર્શાવી છે. ભાવની દષ્ટિએ પચ્ચક્ખાણમાં નીચે પ્રમાણે છ પ્રકારની શુદ્ધિ હોવી જોઈએ ?
(૧) સ્પેશિત (વિધિપૂર્વક ઉચિત કાળે લેવું ), (૨) પાલિત (વારંવાર સંભારીને સારી રીતે પાલન કરવું), (૩) શધિત (શુદ્ધ રીતે કરવું), (૪) તીરિત (સમયમર્યાદા પૂરી થાય તેથી પણ ડા અધિક કાળ માટે કરવું), (૫) કીર્તિત (સારી રીતે પૂરું થયા પછી ફરીથી તેને સંભારવું) અને (૬) આરાધિત (પહેલી પાંચે શુદ્ધિ સાથે સંપૂર્ણ રીતે આનંદ અને ઉલ્લાસપૂર્વક પાર પાડવું). વળી (૧) શ્રદ્ધાશુદ્ધિ, (૨) જ્ઞાનશુદ્ધિ, (૩)