________________
પચ્ચખાણ વિગતે વિચારણા થઈ છે. તે બધામાં હરિભદ્રસૂરિ અને હેમચન્દ્રાચાર્યના ગ્રંશે ઉપરાંત “શ્રાદ્ધવિધિ”, “પ્રવચનસારોદ્ધાર”, “અતિદિનચર્યા” તથા ચિત્યવંદન અને ગુરુવંદન વિશે ભાષ્ય લખનાર મહાન જૈનાચાર્ય દેવેન્દ્રસૂરિના “પ્રત્યાખ્યાન” વિશેના ભાષ્યમાં એ વિષયની મહત્ત્વની છણાવટ થઈ છે. એવી જ રીતે શ્રી માણવિજયગણિવરે “ધર્મસંગ્રહ” નામના ગ્રંથમાં પણ પચ્ચક્ખાણને અધિકારમાં એના પ્રકાર અને પેટાપ્રકારેની ઝીણવટપૂર્વક ચર્ચાવિચારણું કરી છે. આ ઉપરાંત “સંવેગ રંગશાળા વગેરે બીજા કેટલાક ગ્રંથોમાં પણ પચ્ચખાણના વિષયનું વિશદ નિરૂપણ થયેલું છે.
આ બધા શાસ્ત્રગ્રંથમાં પચ્ચકખાણના વિવિધ પ્રકારો અને તેના પેટાપ્રકારે બતાવવામાં આવ્યા છે.
પચ્ચકખાણના મુખ્ય બે પ્રકારો તે “મૂળ ગુણાત્મક” અને “ઉત્તર ગુણાત્મક છે. કહ્યું છે :
प्रत्याख्यानं द्विधा प्रोक्तं मूलोत्तरगुणात्मकं । द्वितीयं दशधा. ज्ञेयं अनागतादिभेदकं ॥
અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહએ પાંચને મૂળ ગુણ તરીકે ઓળખાવવામાં આવે છે. સામાયિક, પૌષધ, દિપરિમાણુ, અતિથિસંવિભાગ વગેરેને ઉત્તર ગુણ તરીકે ઓળખાવવામાં આવે છે. ઉત્તર ગુણ મૂળ ગુણતા પેષણને અર્થે હોય છે.