________________
નિવેદન
(ાસ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સ્વ. દીપચંદ ત્રિભોવનદાસ શાહ ટ્રસ્ટની ગ્રન્થશ્રેણમાં “જિનતત્ત્વ” નામનું મારું આ પુસ્તક પ્રગટ થાય છે તેથી આનંદ અનુભવું છું.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળાનું પ્રમુખપદ મને સંપાયું ત્યારે એ વિચાર કર્યો કે દર વર્ષે કેઈક એક જૈન પારિભાષિક વિષય ઉપર મારે વ્યાખ્યાન આપવું. એ પ્રમાણે ગત તેર વર્ષ દરમિયાન જૈન ધર્મના જુદા
જુદા વિષયો ઉપર વ્યાખ્યાને અપાયાં અને તેમાંના કેટલાંક “ “ પ્રબુદ્ધ જીવનમાં કે અન્યત્ર લેખરૂપે પ્રગટ થયાં. એ લેખ, અન્ય કેટલાક લેખો સહિત, આ ગ્રન્થરૂપે પ્રગટ કર્યા છે.'
આ ગ્રન્થના કેટલાક વિષયો પારિભાષિક છે, પરંતુ તેની સમજણ શક્ય તેટલી સરળ ભાષામાં આપવાનો પ્રયત્ન કર્યો છે. જટિલ ચર્ચા યથાશક્ય નિવારી છે, જેથી લેખ દુર્બોધ ન બને. સામાન્ય જિજ્ઞાસુ વાચકને તે તે વિષ ઉપર જાણવા જેવી કેટલીક માહિતી મળી રહે એવી દષ્ટિ રાખી છે. કેટલીક પારિભાષિકતા, અલબત્ત, અનિવાર્ય બની છે.
જૈન ધાર્મિક વિષયોને અભ્યાસ મેં કઈ પંડિત કે આચાર્ય ભગવંત પાસે ક્રમાનુસાર વ્યવસ્થિત કર્યો નથી. પરંતુ મારી રુચિ અને જિજ્ઞાસા અનુસાર, વિશેષતઃ ગ્રંથ દ્વારા, સ્વયમેવ કર્યો છે. પૂર્વસૂરિઓના ગ્રંથોને આધારે તે માટે લીધા છે અને જ્યાં સંશય થયે ત્યાં આચાર્ય ભગવંત પાસે જઈ ખુલાસો કરી લીધેલ છે. એ માટે સ્વ. પૂ. પુણ્યવિજયજી મહારાજ, સ્વ. પૂ. વિજય- .