________________
ધર્મસૂરિ, સ્વ. પૂ. તાનંદવિજયજી, પૂ. વિજયરામચંદ્રસૂરિ, પૂ. વિજ્યભુવનભાનુસૂરિ, પૂ. દેવસૂરિ, પૂ. ચોદય સરિ વગેરેને ઋણી છું. આમ છતાં આ ગ્રન્થમાં કોઈ પણ સ્થળે છઘ સ્થપણાને કારણે, મંદતાને કારણે કંઈ પણ સરતચૂક થઈ હોય કે અન્ય કોઈ દોષ રહી ગયેલ હોય અથવા કયાંય જિનાજ્ઞા વિરુદ્ધ પ્રરૂપણ થઈ હોય તે તે માટે મિચ્છામિ દુક્કડમ્.
આ પુસ્તકનું સરસ મુદ્રણકાર્ય કરી આપવા માટે સ્વાતિ પ્રિન્ટિંગ પ્રેસના . શિવલાલ જેસલપુરા તથા શ્રી ગિરીશભાઈ જેસલપુરાને હું આભારી છું. શ્રી મુંબઈ જૈન યુવક સંઘે મારું આ પુસ્તક પ્રગટ કર્યું તે માટે સંઘને પણ આભારી છું.
- ૨મણલાલ ચી. શાહ
મુંબઈ, તા. ૨–૭-૮૫ ગુરુપૂર્ણિમા – સં. ૨૦૪૧
1
*