________________
૯૦
જિનતત્ત્વ
કે મનુષ્યજીવન ટકી જ ન શકે. માણસના ચિત્તમાં જાગતી કેટલીક ગાંડીઘેલી ઈચ્છાઓ બીજા આગળ વ્યક્ત કરવા. જેવી હોતી નથી, કેટલાક દુષ્ટ વિચારેને માણસ પોતાની. મેળે અંકુશમાં રાખે છે, કારણ કે એ વ્યક્ત કરવાથી. વ્યવહારમાં કેવાં અનિષ્ટ પરિણામે આવશે તે એ જાણે છે.
મનુષ્યમાં સાધારણ સમજણશક્તિ અને વિવેકશક્તિ રહેલી છે. એવી કેટલીક અનિષ્ટ ઈચ્છાઓનો તે તરત. નિરોધ કરે છે. મનુષ્યનું જીવન સ્વેચ્છાએ જે સંયમમાં રહેતું હોય તે નિયમે કરવાની બહુ જરૂર ન પડે. પરંતુ, અજ્ઞાન, કષાય, પ્રમાદ વગેરેને કારણે કેટલીક ન કરવાચોગ્ય પ્રવૃત્તિઓ માણસ કરે છે, અથવા એનાથી થઈ જાય છે. ક્યારેક કરતી વખતે અને ક્યારેક કર્યા પછી પણ માણસ તેમાં રાચે છે, તો ક્યારેક તેવી પ્રવૃત્તિઓ કરતી વખતે કે કર્યા પછી તેને તે માટે ખેદ થાય છે અને તેવી પ્રવૃત્તિ ફરી ન કરવાનો સંકલ્પ કરે છે, અથવા એવી પ્રતિજ્ઞા લે છે.
કરવાગ્ય પ્રવૃત્તિ કરવાની પ્રતિજ્ઞા લેવી તેને વ્રત કહેવામાં આવે છે અને ન કરવાગ્ય પ્રવૃત્તિ ન કરવાની પ્રતિજ્ઞા લેવી તેને પરફખાણ કહેવામાં આવે છે. આથી વ્રત–પચ્ચખાણ શબ્દ ઘણી વાર સાથે બેલાય છે. સામાન્ય વ્યવહારમાં લેકે આ બંને શબ્દને ક્યારેક એકબીજાના.. પર્યાય તરીકે વાપરે છે. પચ્ચક્ખાણ એટલે આત્માને અનિષ્ટ કરનાર અથવા આત્માને અહિત કરનારા કાર્યને