________________
પચ્ચકખાણું
પચ્ચકખાણ” એ જેન પારિભાષિક શબ્દ છે. સંસ્કૃત “પ્રત્યાખ્યાન” શબ્દ ઉપરથી આ પ્રાકૃત શબ્દ આવેલ છે. “પચખાણ, “પચખાણ”, “પચ્ચખાણ”, “પચફખાણ” એમ જુદી જુદી રીતે તે ઉચ્ચારાય કે લખાય છે.
પ્રત્યાખ્યાન શબ્દ વિશિષ્ટ રીતે જાયેલો છે. એમાં પ્રતિ” અને “આ” એ છે એ ઉપસર્ગો અને “ખ્યા” 'ધાતુ છે અને તેને “અન” પ્રત્યય લાગે છે. પ્રતિ”
એટલે પ્રતિકૂળ, અર્થાત આત્માને જે પ્રતિકૂળ હોય તેવી અવિરતિરૂપ પ્રવૃત્તિ. “આ” એટલે મર્યાદા, અને “ગ્યા” એટલે કથન કરવું. આમ, પ્રત્યાખ્યાન એટલે આત્માને પ્રતિકૂળ એવી અવિરતિરૂપ પ્રવૃત્તિઓને મર્યાદામાં બાંધવારૂપ કથન ગુરૂસાક્ષીએ કરવું તે. એટલા માટે પરિરળીય વસ્તુ પ્રતિ માડ્યા રતિ પ્રયાસથાન એવી વ્યાખ્યા પ્રત્યાખ્યાનની આપવામાં આવે છે
પચ્ચખાણ એટલે સ્વેચ્છાએ લીધેલી એક પ્રકારની પ્રતિજ્ઞા. મનુષ્યના ચિત્તમાં અનેક પ્રકારના સાચા ખોટા વિચારે ઊઠે છે, અને અનેક પ્રકારની શુભાશુભ અભિલાષાઓ જન્મે છે. બધાં જ મનુષ્ય જે પોતાના ચિત્તમાં ઊઠતી બધી જ અભિલાષાઓને પૂર્ણ કરવા પુરુષાર્થ આદરે, તે જગતમાં સંઘર્ષ અને કલહ એટલે બધે વધી જાય
આ