________________
૮૮
જિનતવ
કલ્પસૂત્રની ઘણી હસ્તપ્રત મળે છે. કેટલીક સચિત્ર હસ્તપ્રતો તો સુવર્ણાક્ષરે લખાયેલી છે. કેટલાક શ્રીમંત માણસો કલ્પસૂત્રની સુવર્ણાક્ષરવાળી પ્રત પિતાના ઘરે વસાવે છે. દુનિયાની મેંઘામાં મેંદી હસ્તપ્રતોમાં કલ્પસૂત્રની હસ્તપ્રતોની ગણના થાય છે. કલ્પસૂત્રની અત્યાર સુધીમાં મળતી જૂનામાં જૂની હતપ્રત વિ. સં. ૧૨૪૭માં તાડપત્ર ઉપર લખાયેલી મળે છે.
કલ્પસૂત્ર” એ આપણે અમૂલ્ય વારસે છે. શ્રુતકેવલી પૂ. ભદ્રબાહસ્વામીની વાણીને આપણું જીવન ઉપર કેટલો માટે પ્રભાવ પડ્યો છે