SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટાપદ ૪ ૫ ૬ : [ જૈન તીર્થન સંદેહ દૂર થવા સાથે તે દેવ પ્રતિબોધ પામે. આયુષ્ય પૂર્ણ થવાથી દેવલેકમાંથી ચ્ચવીને કુબેરનો જીવ ધનગિરિ અને સુનંદાના પુત્રપણે ઉત્પન્ન થયો. ત્યાં બાલ્યાવસ્થામાં જ દીક્ષા લઈ તેઓ વજીસ્વામી દશ પૂર્વધારી થયા. અષ્ટાપદ ઉપરથી ઉતરતાં ગૌતમરવામિએ કૌડિન્ય, દિત્ત, સેવાલિ સંજ્ઞાથી ઓળખાતા ૧૫૩ તાપને પ્રતિબંધ પમાડીને દીક્ષા આપી. શ્રી વિર ભગવાને કહેલા પુડરીક અધ્યયનનું અહીં અધ્યયન કરવાથી દશપૂર્વી પુડરીક મુનિરાજ દશમા દેવલોકમાં ઈન્દ્રની સરખી ત્રાધિવાળા દેવ થયા. નલ રાજની પ્રિયા દમયંતીએ પોતાના આ છેલા ભવથી પૂર્વના ચોથા ભાવમાં અછાપદ તીર્થ ઉપર જઈ ભાવપૂર્વક તપળ્યા કરીને ત્યાં વીશે ભગવાનને રત્નજડિત સેનાનાં તિલકે ચડાવ્યાં હતા. તેથી તે પુણયના પ્રભાવથી ત્યાંથી મરીને તે ધૂસરી (રબારણ) યુગલધર્મિણી અને સૌધર્મ દેવલોકમાં ધન (કુબેર) ભંડારીની દેવીપણે ઉત્પન્ન થઈ. દેવલેકનાં સુખ ભોગવીને પછી છેલ્લા ભવમાં દમયંતી થઈ. દમયંતીના ભવમાં તેના કપાળમાં અધારામાં પણ પ્રકાશ કરનારૂં દેદીપ્યમાન તિલક જન્મથી ઉત્પન્ન થયુ હતું. વિદ્યાધર વાલી નામના ઋષિ અષ્ટાપદ ઉપર કાઉસગધ્યાનમાં રહ્યા હતા તે વખતે તેમને જોઈને દશગ્રોવ(રાવણ)ને પહેલાનું વેર યાદ આવતાં અત્યંત કેધથી પર્વતને જ ઉપાડીને લવણ સમુદ્રમાં નાંખી દેવાના વિચારથી જમીન ખોદીને પર્વતની નીચે પેસી એક હજાર વિદ્યાઓનું સમરણ કરીને અષ્ટાપદને ઉપાડવા લાગ્યા અવધિજ્ઞાનથી આ વાત વાલી સુનિરાજના જાણવામાં આવતાં મંદિર તીર્થની રક્ષા કરવા માટે પિતાના પગના અંગૂઠાથી પર્વતને દબાવ્યો તેથી દશગ્રીવનું શરીર સંકુચિત થઈ ગયું અને મોઢે લેડી વમત રાડો પાડીને બહાર નીકળી આવ્યું. આ વખતે જબરી રાડ પાડેલી તેથી તેનું નામ રાવણ પડયું. રાવણુ, વાલી મુનિરાજને ખમાવીને પિતાને કથાને ગયે. અષ્ટાપદ પર્વત ઉપર જિનમંદિરમાં સંગીત કરતાં દેવગથી વીણાને તાર તૂટતા લંકાપતિ રાવણે પોતાની ભુજામાંથી સ્નાયુ કાઢી વિશુમાં જોડી દઈને સંગીત ચાલુ રાખ્યું પણ સંગીતના તાનનો ભંગ થવા ન દી તે વખતે ચૈત્યવંદન કરવા માટે આવેલા ધરણેન રાવજીની આવા પ્રકારની ભક્તિ અને સાહસથી તુઇમાન થઈને અમોઘવજયા નામની શકિત તથા અનેકરૂપકારિ વિહા રાવણને આપી. આવા અષ્ટાપદ તીની જેઓ યાત્રા-સેવા-ભકિત કરે છે તેઓ ખરેખર યુથવંત અને ભાગ્યશાળી છે જ છે. આ અષ્ટાયાકલ્પ શ્રીમાન જિનપ્રભસૂરિજીએ વિ. સં. ૧૩૮૭ ના ભાદરવા માસની દશમીને દિવસે આ હમ્મીર મહમદના રાજ્યકાળમાં શ્રી ગિનીપુરમાં રહીને રચી પૂર્ણ કર્યો.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy