SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] પય છે અષ્ટાપદ. ની અને અન્ય મુનિરાજેનો એમ ણ ચિતાઓને સ્થાને દેએ ત્રણ રસ્તુપ (શૂ) બનાવ્યા અને ત્યાં ભરત ચકવતિએ “સિંહનિષવા” નામનું ચાર દ્વારવાળું બહુ વિશાળ જિનમંદિર બંધાવ્યું ( આ ઠેકાણે આ ક૫માં આ મંદિરની રચનાનું બહુ વિસ્તારથી વર્ણન કરેલું છે, જેની અંદર ચોવીસ તીર્થંકરની સવરવ વર્ણ, લાંછન અને માન પ્રમાણુની મતિઓ અને પિતાની તથા પિતાના નવાણું ભાઈઓના ૯૯ મળીને કુલ એક સે (મૂત સહિત) તૃપે ભરતરાજાએ કરાવ્યા છે. લેકે તે તીર્થનો આશાતના ન કરે એ હેતુથી ભરતરાજાએ લેવાના યંત્રમય ચોકીદારે કરાવ્યા અને દંડનથી તે અષ્ટાપદને કોટના કોરાની માફક એક એજનના આઠ પગથિયાવાળે કરી નાંખ્યો ત્યારથી તેનું અષ્ટાપદ એવુ નામ પાડયું. કાળામે સગર ચક્રવતીના જહુ વગેરે સાઠ હજાર પુત્રોએ આ તીર્થની રક્ષા કરવા માટે અષ્ટાપદની ચારે તરફ ચક્રવતીના દંડ રત્નવડે ઊંડી ખાઈ બેદીને ગંગા નદીનો પ્રવાહ વાળી લાવીને તેમાં નાં. ગંગાના પ્રવાહથી આખી ખાઈ ભરાઈ ગઈ તેથી તે તીર્થ સાધારણ મનુષ્યને માટે અગમ્ય-ન જઈ શકાય તેવું થયું. ફકત દેવે અને વિદ્યાધરોને માટે જ યા નું સ્થાન બની ગયું તે ખાઈને પાણીથી ભરી દીધા પછી ગગાને પ્રવાહ ચારે તરફ ફેલાઈ નજીકના દેશને ડુબાડવા લાગ્યા. લેકેનું તે દખ મટાડવા માટે સગર ચકવતીની આજ્ઞાથી તેના પૌત્ર ભગીરથે દંડનથી જમીન ખેદને ગંગાના તે પ્રવાહને કુરુદેશમાં હસ્તિનાપુર તથા વિંધ્યાચળ અને કાશી દેશની દક્ષિણમાં થઈને કેશલદેશ (અયોધ્યા) ની પશ્ચિમથી પ્રયાગ(અલહાબાદ)ની તથા મગધ દેશની ઉત્તરમાં થઈને વચ્ચે આવતી નદીઓને ભેળવી પૂર્વ સમુદ્રમાં મેળવી દીધું. ત્યારથી જે ઠેકાણે ગંગા નદી સમુદ્રને મળી છે તે સ્થાન ગંગાસાગર તીર્થ તરીકે પ્રસિધિને પામ્યું અને ત્યારથી જહુના નામથી જાન્હવી તથા ભગીરથના નામથી ભાગીરથી એવાં ગંગાનદીનાં નામે પડ્યાં. આ અષ્ટાપદ પર્વત ઉપર ભરત ચક્રવતી' આદિ અનેક ક્રોડ મુનિરાજે મેક્ષે ગયા છે અને ભરત રાજાના અનેક વંશજો દીક્ષા લઈને અહીંથી મેલે અથવા સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા છે. શ્રી મહાવીરસવામી ભગવાને પર્ષદામાં જાહેર કર્યું હતું કે જે માણસ પોતાની લબ્ધિથી અષ્ટાપદ તીર્થની યાત્રા કરે છે એ જ ભવમાં મેક્ષે જાય, આ વાત સાંભળીને લબ્ધિના ભંડાર શ્રી ગૌતમસ્વામીએ (ઈદ્રભૂતિ નામના પ્રથમ ગણુધરે) પિતાની લબ્ધિથી સૂર્યનાં કિરણેને આશ્રય લઈ અષ્ટાપદ ઉપર ચડીને એ તીર્થની યાત્રા કરી. યાત્રા કર્યા પછી મંદિરની બહાર અશેક વૃક્ષની નીચે બેસીને ધમદેશના દેવા લાગ્યા. દેશના સાંભળતાં ઈદની જેટલી ઋહિવાળા વૈશ્રમણ (કુબેર) નામના દિપાળ દેવના મનમાં ઉત્પન્ન થએલ સદેહને દૂર કરવા માટે ગૌતમસ્વામીએ પડરીક અધ્યયનની વ્યાખ્યા કરી તે સાંભળીને તેના મનને
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy